રાજ્યમાં છેલ્લા 24 કલાક કોરોનના 129 નવા કેસ નોંધાયા
Live TV
-
રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા ગુરુવારે કોરોના સંક્રમણના 129 નવા કેસ નોંધાયા હતા. 507 દર્દીઓએ કોરોનાના માત આપી હતી. જ્યારે બે દર્દીઓના મોત નિપજ્યાં હતા. કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે સાંજ સુધીમાં 4 લાખ 44 હજાર 656 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ હતુ. દર્દીઓના સાજા થવાનો દર પણ વધી રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.24 ટકાએ પહોંચ્યો છે. કોરોના કેસ પર નજર કરીએ તો અમદાવાદમાં 26 કેસ સુરતમાં 26 કેસ, જૂનાગઢમાં - 2, વડોદરામાં 15 , રાજકોટમાં 14, જામનગરમાં 2, ગીર સોમનાથ 4, ગાંધીનગરમાં માત્ર એક જ અને ભાવનગરમાં 2 કેસ અને વલસાડમાં પાંચ કેસ નોંધાયા હતા. તો રાજ્યમાં અત્યાર સુધીમાં 2 કરોડ, 39 લાખ, 02 હજાર, 371 નાગરિકોને, વેક્સીન આપવામાં આવી છે. આમ હવે રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ત્યારે સરકારે અપીલ કરી છે કે,રસી બાદ પણ ફરજિયાત માસ્ક અને સામાજીક અંતર જાળવવુ જરુરી છે. કારણ કે હજુ દેશમાથી કોરોના ગયો નથી.
