જાણો રાજ્યના ક્યાં વિસ્તારોમાં કેટલો વરસાદ વરસ્યો
Live TV
-
ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લામાં સવારથી જ મેઘ મહેર વર્તાઈ રહી છે. આહવા તેમજ વઘઇ તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો. વઘઇમાં 6 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે પૂર્વીય ડાંગ વિસ્તારના સુબિર તાલુકામાં 10મી.મી. વરસાદ નોંધાયો હતો. તો સાપુતારામાં 5મીમી વરસાદ પડ્યો હતો. તો આ તરફ ભાવનગર અને આજુબાજુના વિસ્તારોમાં બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો. 2 કલાકમાં 2 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. તો અન્ય સ્થળોની વાત કરીએ તો અંદાજે એક સપ્તાહથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના કામરેજમાં સૌથી વધુ સાડા 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો. તો નવસારીમાં સરેરાશ 2 ઈંચ વરસાદ પડ્યો હતો. સુરત શહેરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના 10 જેટલા તાલુકાઓમાં 24 કલાક દરમિયાન 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તો અમદાવાદના સાણંદ અને રાજકોટના લોધીકા સહિત અનેક જિલ્લામાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
