રાજકોટ કલેક્ટર રેમ્યા મોહને રાજકોટ એઇમ્સના નિર્માણ કાર્યની કરી સમીક્ષા
Live TV
-
રાજકોટ એઇમ્સ ખાતે તબીબી અને શૈક્ષણિક ભવનોના નિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યુ છે. ત્યારે વિદાય લેતા અગાઉ કલેક્ટર રેમ્યા મોહને સાઈટ વિઝીટ કરી કામગીરીની સમીક્ષા કરી હતી. રેમ્યા મોહને જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે એઇમ્સ નિર્માણમાં શરૂઆતથી જ જિલ્લા વહીવટી તંત્ર અને રૂડા દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે. એઇમ્સ સાથે રોડ કનેક્ટિવિટી, જમીન અધિગ્રહણ વગેરે માટે જરૂરી કાર્ય ત્વરિત રીતે પૂર્ણ કરાયા છે. હાલ એઇમ્સની મેડિકલ સુવિધાના પ્રારંભ માટે બિલ્ડીંગ, મેડિકલ ટીમ, હ્યુમન રીસોર્સ અને ઇકવીપમેન્ટ ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે.
