Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં વિવિધ જગ્યાઓએ વટસાવિત્રી પર્વની ઉજવણી કરવામાં આવી

Live TV

X
  • ભારતીય સંસ્કૃતિમાં દર વર્ષે ચાલતું આવતું પરંપરા મુજબ ભારતીય મહિલાઓ તેમના પતિ સહિત પરિવારની સુરક્ષા માટે જેઠ પુણિમાના દિવસે વટસાવિત્રીનું વ્રત ઉજવે છે.  મહિલાઓ સવારે વહેલા ઉઠીને  વ્રત ઉપવાસ રાખીને વડના વૃક્ષની પૂજા- અર્ચના કરે છે અને ભોળાનાથ પાસે પતિના દિર્ઘાયુ માટે  પ્રાર્થના કરે છે સાથે પરિવારની સલામતી માટે પણ પ્રાર્થના કરે છે. 

    વડોદરા
    વડોદરા શહેરમાં આજે ઠેર ઠેર વડના વૃક્ષો પાસે મહારાજ સહિત સોભાગ્યવતી મહિલાઓ સજી ઘજીને  વડની પુજા કરતી નજરે પડી હતી. કોરોના સંક્રમણને પગલે માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને વડની પૂજા કરી હતી.

    પાટણ
    પાટણમાં વટસાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટા પ્રમાણમાં મહિલાઓ એકત્ર થઇ હતી અને  પંરપરા મુજબ વિધી કરી હતી. ત્યારે હાલ કોરોનાના કારણે બહુ ભીડ એકઠી ન થાય તે માટે આયોજન કરાયુ હતું. તો સેનીટાઇઝર પણ ફરજિયાત રખાયું હતું.  જો કે ઘણી મહિલાઓ માસ્ક વિના પણ જોવા મળી હતી. જેને લઇને  મંદિરમાં આયોજકોએ નિયમોનું પાલન થાય તે માટે સુચના  આપી હતી.

    ભરૂચ  
    ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ રત્નેશ્વર મહાદેવ ના મંદિર ખાતે આજે મહિલાઓ ખુબ શ્રધ્ધા પૂર્વક આજે મનાવી રહી છે વટસાવિત્રીનું પર્વ ! પોતાના પતિ ના લાંબા આયુષ્ય માટે  કરી રહી છે વડની પૂજા! આજે ગુજરાતમાં શુક્લ પક્ષમાં પૂર્ણિમાને દિવસે વટસાવિત્રીની પૂજા કરવામાં આવી હતી. કહેવાય છે કે આજ ના દિવસે સતી સાવિત્રીએ પોતાનો મૃત પતિને યમના હાથ માંથી છોડાવી જીવિત કર્યો હતો જેને અનુલક્ષીને આજના દિવસે પરણિત મહિલાઓ પતિના લાંબા આયુષ્યની કામના કરી ઉપવાસ સાથે વડની પુજા કરતી હોય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply