રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલ માટે રાજ્ય સરકાર ખાનગી એન્જિનીયર્સની ફાયર ઓફિસર તરીકે કરશે ભરતી
Live TV
-
રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલ્કતને આગથી સંરક્ષણ આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો.રાજ્યમાં દરેક હાઇ રાઇઝડ બિલ્ડિંગ,ઉંચા મકાનો, વાણિજ્યક સંકુલ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલસ, ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટી એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને તેનું રિન્યુઅલ ફરજીયાત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર આ હેતુસર પ્રાયવેટ યુવા ઇજનેરોને જરૂરી તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા પરવાનગી પણ આપશે.આવા ફાયર સેફ્ટી ઓફિસર પાસેથી દરેક મકાન માલિક, કબજેદારો, ફેકટરી ધારકોએ એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને રીન્યુઅલ કરાવવું પડશે. નગરો અને મહાનગરો માં આવા સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા ફાયર સેફ્ટી ઓફિસર ની પેનલ તૈયાર કરવામાં આવશે.રાજ્યમાં આવેલા અંદાજે પાંચ લાખથી વધુ મકાનો, વાણિજ્યિક સંકુલ, શાળા-કોલેજો, હોસ્પિટલ, ઔદ્યોગિક એકમોને રાજય સરકાર ના આ નિર્ણય થી એન.ઓ.સી. મેળવવાનું અને દર છ માસે રિન્યુઅલ કરાવવાનું ખૂબજ સરળ બનશે.મિલ્કત માલિકો-કબજેદારો પોતાની પસંદગી મૂજબના ફાયર સેફ્ટી અધિકારીની સેવાઓ મેળવી શકશે.