રાજ્યમાં મોટાભાગના શહેરોમાં ઠંડીનો ચમકારો, નલિયા ખાતે સૌથી ઓછુ તાપમાન 12.6 ડિગ્રી નોંધાયું
Live TV
-
આગામી 48 કલાક દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
રાજ્યમાં મોટાભાગના શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે રાજયમાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે કચ્છમાં ગઇકાલે કમોસમી વરસાદ વરસ્યો હતો. ભૂજમાં રાપર શહેર અને આસપાસના વિસ્તારમાં માવઠું થયું હતું. ઉપરાંત રાપર, ભચાઉ, સમીપે ગુણાતીતપુર તરફના માર્ગે તેમજ મુંદ્રાના ધ્રબમાં પણ હળવો વરસાદ થયો હતો.
સમગ્ર રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન નલિયા ખાતે 12.6 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદનું લઘુતમ તાપમાન 16.6 ડિગ્રી, વડોદરાનું 16.4, ગાંધીનગરમાં 14, રાજકોટમાં 15.2, ભૂજમાં 15.9, ડીસામા 13.9 ડીગ્રી, ભાવનગરમાં 18.6, સુરતમાં 20.8, સુરેન્દ્રનગરમાં 15.8 ડિગ્રી સેલ્સીયસ તાપમાન રહ્યું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં 19.3 ડિગ્રી અને દમણમાં લધુતમ તાપમાન 20.8 ડિગ્રી નોંધાયુ હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 4 દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે. આગામી 48 કલાક દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.