રાજ્યમાં 9.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર
Live TV
-
ઉત્તર પૂર્વિય ઠંડા પવનની અસરથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. વહેલી સવારે અને મોડી રાત્રે શહેરીજનોને કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે
ઉત્તર પૂર્વિય ઠંડા પવનની અસરથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. વહેલી સવારે અને મોડી રાત્રે શહેરીજનોને કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.રાજ્યમાં અત્યાર સુધી ફુલ ગુલાબી ઠંડી હવે ધીરે ધીરે હાડ થીજવી દે તેવું સ્વરૂપ ધારણ કરી રહી છે. રાજ્યમાં 9.6 ડિગ્રી સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે. તો બનાસકાંઠાનું ડિસા 10.6 ડિગ્રી સાથે બીજા નંબરે છે.કંડલા એરપોર્ટ ખાતે 11.9 ડિગ્રી, ગાંધીનગરમાં 11.8 ડિગ્રી અને અમદાવાદમાં 12.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.તો દક્ષિણ ગુજરાતમાં હજુ ઠંડીનું પ્રમાણ ઓછું છે.સુરતમાં ન્યૂનતમ તાપમાન 17.2 અને વલસાડમાં 16.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.અને હજુ રાજ્યમાં ઠંડી જોર પકડે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
