Skip to main content
Settings Settings for Dark

પાટણ રાણકી વાવને કારણે દુનિયાના નકશામાં ચમક્યું: મુખ્યમંત્રી

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, પાટણ રાણકી વાવને કારણે દુનિયાના નકશામાં ચમક્યું છે. કલા- સ્થાપત્યની આ અલભ્ય વિરાસત છે. પાટણ ખાતે બે દિવસીય સંગીત સમારોહના શુભારંભ પ્રસંગે બોલતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પાટણ એ ગુજરાતની પ્રાચીન રાજધાની છે. સુવર્ણનગરી પાટણમાં રાણકી વાવની ગરિમા ઉજવવાનો આ ઉત્સવ છે.

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, પાટણ રાણકી વાવને કારણે દુનિયાના નકશામાં ચમક્યું છે. કલા- સ્થાપત્યની આ અલભ્ય વિરાસત છે. પાટણ ખાતે બે દિવસીય સંગીત સમારોહના શુભારંભ પ્રસંગે બોલતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પાટણ એ ગુજરાતની પ્રાચીન રાજધાની છે. સુવર્ણનગરી પાટણમાં રાણકી વાવની ગરિમા ઉજવવાનો આ ઉત્સવ છે. પાટણ ગુજરાતની અસ્મિતાનું પ્રતિક છે. રાણકીવાવ, મોઢેરા સૂર્ય મંદિર, રુદ્ર-મહાલય, બિન્દુ સરોવર જેવા વિવિધ સ્થાપત્યોનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ ગુર્જરધરાને મળેલા અલભ્ય સ્થાપત્યોની ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અણહિલવાડથી શરૂ થયેલ ગુજરાતનો સમૃદ્ધ વારસો આજે વિકસીત ગુજરાતમાં પણ જળવાયો છે. તેઓએ કહ્યું કે,કચ્છનું સફેદ રણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગીરના સાવજ, સોમનાથ અને દ્વારિકાના પુરાતન મંદિર ગુજરાતની વૈવિધ્યતાનો લખલુટ ખજાનો છે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 'તાનારીરી' ઉત્સવ, સૂર્ય મંદિર ખાતેનો ઉતરાર્ધ મહોત્સવ, કાઈટ ફેસ્ટિવલ વગેરે ઉત્સવો ઉજવી ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરવાની આગવી પરંપરા તેમણે સ્થાપી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply