રાજ્યસભાના સાંસદ જુગલસિંહ ઠાકોરનું ગુજરાતમાં સ્વાગત કરાયું
Live TV
-
રાજ્ય સભાના સાસંદની શપથ વિધી પતાવીને ગુજરાત પરત ફરી રહેલા જુગલસિંહ ઠાકોરનું સમગ્ર ઠાકોર સમાજ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા મુસ્લિમ સમાજ ઉપરાંત વિવિધ સંગઠનો દ્વારા અમદાવાદ એરપોર્ટ સહિત મહેસાણા મોઢેરા ચાર રસ્તા પર ખૂબ ઠાઠથી સન્માન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી જુગલસિંહને શુભેચ્છા આપી હતી. પોતાના સન્માન બદલ જૂગલજી ઠાકોરે તમામનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને તેમણે પોતાનાથી બનતી સેવા આપવાનું જણાવ્યુ હતુ.
