Skip to main content
Settings Settings for Dark

લુણાવાડા:કોરોના સંક્રમણ અટકાવવાના ગામમાં ઘરે ઘરે ઉકાળાનું વિતરણ

Live TV

X
  • ગુજરાત સ્થાપના દિવસથી ગ્રામ્ય વિસ્તારોમાંથી કોરોના સંક્રમણને નાબૂદ કરવાના હેતુથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શરૂ કરાવેલા 'મારુ ગામ, કોરોના મુક્ત ગામ'  અભિયાન અંતર્ગત લુણાવાડા તાલુકાનાં થાણાસાવલી ગામે ગ્રામસમિતિ દ્વારા ગામમાં કોરોનામાં કોરોના સંક્રમણ અટકાવવાના સઘન પ્રયાસોના ભાગરૂપે કોરોનાના પ્રારંભિક લક્ષણ ધરાવતા છ ગ્રામજનો માટે પ્રાથમિક શાળા ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. લુણાવાડા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારે આ સેન્ટરની મુલાકાત લઈ દર્દીઓ સાથે વાતચીત કરી કેર સેન્ટરની સુવિધાઓ અંગે સંતોષ વ્યકત કર્યો હતો. સેન્ટરમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સતત આરોગ્ય ચકાસણી તેમજ દર્દીની જરૂરિયાતો પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, તેમ તેમણે દૂરદર્શન સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું. થાણાસાવલી ગ્રામજનો દ્વારા આરોગ્ય વિભાગ અને જિલ્લાતંત્રના સહયોગથી કોરોના મુક્ત ગામ બનાવવા કોરોનાના લક્ષણ ધરાવતા ગ્રામજનોને  કોવિડ કેર સેન્ટર ખાતે આઇસોલેશનમાં રાખી તેમની સારવાર શરૂ કરવામાં આવી રહી છે.તેમજ ગામમાં ઘરે ઘરે ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply