Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણી- ૨૦૧૯ને લઈને રાજ્યમાં ચૂંટણી તંત્ર સજ્જ

Live TV

X
  • રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ પડતાં તેના ચુસ્તપણે પાલન માટે જિલ્લાનાં વહીવટીતંત્રને સૂચનાઓ આપી છે. તેના સંદર્ભમાં રાજ્યમાં નોડલ અધિકારી ફ્લાઈંગ સ્કવોડ, વીડિયો સર્વેલન્સ ટીમ, વીડિયો વ્યૂઈઁગ ટીમ ,કાર્યરત કરવામાં આવી છે, તેમ રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું હતું.

    આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી - ૨૦૧૯ને લઈને રાજ્યમાં ચૂંટણી તંત્ર સજ્જ થઈ ગયું છે. રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ પડતાં તેના ચુસ્તપણે પાલન માટે જિલ્લાનાં વહીવટીતંત્રને સૂચનાઓ આપી છે. તેના સંદર્ભમાં રાજ્યમાં નોડલ અધિકારી ફ્લાઈંગ સ્કવોડ, વીડિયો સર્વેલન્સ ટીમ, વીડિયો વ્યૂઈઁગ ટીમ ,કાર્યરત કરવામાં આવી છે, તેમ રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે તાત્કાલિક ધોરણે સમગ્ર રાજયમાં ૫૬૩ ફ્લાઈંગ સ્ક્વોડ, ૩૭૮ વિડિયો સર્વેલન્સ ટીમ, ૨૦૭ વિડિયો વ્યુઈંગ ટીમ અને ૨૬ હિસાબી ટીમ કાર્યરત કરવામાં આવી છે. આ સર્વે ટીમ દ્વારા રાજકીય પક્ષ અને ઉમેદવારના ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવામાં આવશે. પંચ દ્વારા ખર્ચ નિરીક્ષકની નિમણૂંક થનાર છે. પારદર્શી મતદાન માટે આધુનિક ટેક્નોલોજીનાં ઉપયોગથી અનેકવિધ પગલાં લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે રાજ્યનાં ચૂંટણી તંત્ર દ્વારા અંદાજિત ૫૦૦૦ થી ૫ હજાર૫૦૦ મતદાન મથકો ખાતેથી લાઈવ વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. આદર્શ આચારસંહિતાનાં ભાગરૂપે રાજ્યભરમાંથી ૬૦ હજારથી વધુ બેનર્સ, હોર્ડિગ્સ, પોસ્ટર્સ, દિવાલ પરનાં લખાણો અને ધજા-પતાકાને દૂર કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે કાયદો અને વ્યવસ્થાનાં સંદર્ભમાં પણ ,ચૂંટણી તંત્ર અસરકારક કાર્યવાહી કરી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply