Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણી-2024 : ભાજપને સુરતમાંથી પ્રથમ બેઠક મળી

Live TV

X
  • લોકસભા ચૂંટણી-2024માં ભાજપને સુરતમાંથી પ્રથમ બેઠક મળી છે. સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે બિનહરીફ જીત મેળવીને ઈતિહાસ રચ્યો છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે કુલ 9 માન્ય ઉમેદવારીપત્રોમાંથી 8એ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. આ પહેલા રવિવારે કોંગ્રેસના ઉમેદવારો નિલેશ કુંભાણી અને સુરેશ પડસાલાના નામાંકન રદ કરવામાં આવ્યા હતા.

    2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને સુરતમાંથી પહેલી બેઠક મળી : 

    દેશમાં 1951 થી 2019 દરમિયાન યોજાયેલી 17 લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત કોઈ ઉમેદવારને બિનહરીફ વિજયી જાહેર કરવામાં આવ્યો છે. આ રીતે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને સુરતમાંથી પહેલી બેઠક મળી છે. સુરત લોકસભા બેઠક માટે ભાજપના મુકેશ દલાલ સહિત 9 લોકોના નામાંકન માન્ય જાહેર કરાયા હતા.

    સોમવારે નામો પરત ખેંચવાના અંતિમ દિવસે મુકેશ દલાલ સિવાયના તમામ 8 ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. તેની સત્તાવાર જાહેરાત ચૂંટણી અધિકારી દ્વારા સાંજ સુધીમાં કરવામાં આવશે. સોમવારે સવારે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના અબ્દુલ હમીદ ખાન, ગ્લોબલ રિપબ્લિકન પાર્ટીના જયેશ મેવાડા, લોગ પાર્ટીના સોહેલ શેખ, અપક્ષ અજીત ઉમત, અપક્ષ કિશોર દયાણી, અપક્ષ રમેશભાઈ બારૈયા અને અપક્ષ ભરતભાઈ પ્રજાપતિએ પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. જોકે, બહુજન સમાજ પાર્ટીના પ્યારેલાલ ભારતીએ પોતાનું નામ પાછું ખેંચ્યું હતું. અગાઉ તેમના પક્ષે પોલીસ કમિશનરને પત્ર લખીને સુરક્ષાની માંગણી કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમની પાર્ટીના ઉમેદવારને અજાણ્યા નંબરો પરથી કોલ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. જોકે, બાદમાં તેણે પોતાનું નામ પણ પાછું ખેંચી લીધું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
apply