વડનગરનાં હાટકેશ્વર મંદિરનાં સુવર્ણ શિખરનું CMના હસ્તે કરાશે અનાવરણ કરાશે
Live TV
-
24 માર્ચ 2025ના રોજ વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરનું શિખરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અનાવરણ કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રી યજ્ઞશાળાને ખુલ્લી મુકશે. પ્રવાસન વિભાગે બનાવાયેલા લાઈટ એન્ડ સાઉન્ડ શોનું CM લોકાર્પણ કરશે.
ગુજરાત સરકારે અંબાજી, મોઢેરા સૂર્યમંદિર બાદ વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરે આશરે રૂ.5.5 કરોડના ખર્ચે લાઈટ એન્ડ સાઉન્ડ શોનુ નિર્માણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે 22મી માર્ચથી ત્રિ-દિવસીય મહોત્સવમાં જલયાત્રા, હવન સહિતનાં કાર્યક્રમો થઈ રહ્યા છે.
લાઈટ અને લેસર શૉમાં વડનગરનો ઈતિહાસ તેમજ હાટકેશ્વર દાદાના પ્રાગટ્ય સહિતના ઈતિહાસને દર્શાવાશે. વડનગર હાટકેશ્વર મંદિરે અત્યારે ત્રિદિવસીય મહોત્સવને યોજાશે. આ 3 દિવસ દરમિયાન મહાદેવ મંદિરે શિવ પંચાયત પ્રાણપ્રતિષ્ઠા,યજ્ઞશાળા-સુવર્ણ શિખર અનાવરણ અને લેસર શૉનું આયોજન કરાયું છે. મંદિર ટ્રસ્ટ આ કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.
ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખ નિખિલ વ્યાસે જણાવ્યું કે 1.400 કિલોનું સુવર્ણ શિખર દાતાઓ અને મંદિર ટ્રસ્ટના સહયોગથી સુવર્ણમય બન્યું છે. હાટકેશ્વર મંદિરના આગળના ભાગે સિમેન્ટ, ક્રોંક્રિટનો ઉપયોગ કરાયો નથી. રાજસ્થાનના ધોલપુરના પથ્થર પર ઉભી કરાયેલી છત્રી સાથેની યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે જે CM ભૂપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે ખુલ્લી મુકાશે. આગામી સમયમાં અહીં હવન અને યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યો કરી શકાશે.