સુરેન્દ્રનગરના વઢવાણમાં ઝડપાયું 61000 લિટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી
Live TV
-
સુરેન્દ્રનગરના વઢવાણમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગેબનશાપીર વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. વઢવાણના ગેબનશાપીર વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાંથી પોલીસને શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો 61000 લિટર જથ્થો મળી આવ્યો છે.
સુરેન્દ્રનગર B ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે રુટિન પેટ્રોલિંગ દરમિયાન શંકાના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો 61000 લિટર જેટલો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે તરત જ આ અંગે પુરવઠા અધિકારીને જાણ કરી હતી. પુરવઠા વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ કર્યા બાદ સમગ્ર જથ્થો સીઝ કર્યો છે. જ્વલનશીલ પદાર્થનાં નમૂના લઈ લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. આ કાર્યવાહીના પગલે વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃતિ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ અંગે વધુ તપાસ પુરવઠા અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે.