વડોદરામાં ડુપ્લીકેટ સેનેટાઇઝરની બોટલો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો
Live TV
-
કોરોનાની મહામારીમાં વાઈરસનું સંક્રમણ અટકાવવા માટે સરકાર અનેક રીતે કાર્યરત છે. સાથે એનજીઓ ઓન મદદરૂપ બની રહી છે. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે હાથને વધુ વખત ધોવા સહિત સેનેટાઇઝ કરવા જરૂરી છે. સ્વયંસેવી સંસ્થાઓ કોરોના વોરિયર્સ તેમજ જનતાને વિના મુલ્યે સેનેટાઇઝર આપી રહી છે. ત્યારે પોલીસે બાતમીના આધારે વડોદરાના એક કોસ્મેટિક વેપારીને ત્યાં દરોડો પાડીને રૂ.250માં વેચાતી 500 ML ડુપ્લીકેટ સેનેટાઇઝરની બોટલો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ન્યૂ સમા રોડ પરની પંચશીલ સૈનિક સોસાયટીમાં રહેતો અનિલ મિતલ ઘર નજીક આવેલા અંકુર રેસીકમ પ્લાઝાના ગોડાઉનમાં ડુપ્લીકેટ સેનેટાઇઝર બોટલોમાં રીફીલીંગ કરતા હોવાની બાતમી સમા પોલીસને મળી હતી. પોલીસે દરોડો પાડીને તેને ડુપ્લીકેટ સેનેટાઇઝર રીફીલીંગ કરતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ગોડાઉન માંથી જુદી જુદી બ્રાન્ડની બોટલો, કેરબા તેમજ મોટા બેરલમાં ભરેલ 400 લીટર શંકાસ્પદ કેમિકલ પ્રવાહી સહિત કુલ રૂ. 7 લાખથી વધુનો ,મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.