સુરતના બારડોલીમાં મીંઢોળા નદીને કિનારે આવેલ કેદારેશ્વર મહાદેવનું મંદિર બંધ
Live TV
-
સુરતના બારડોલીમાં મીંઢોળા નદીને કિનારે આવેલ 700 વર્ષ જૂનું કેદારેશ્વર મહાદેવનું મંદિર કોરોનાને કારણે તેના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે. જોકે આ મંદિરમાં વર્ષોથી પોતાની આઈ ટુ આઈ નામની ગુગલ મોબાઈલ એપ્લિકેશન મૂકાયેલ છે. તેનાથી 15 જેટલા સી સી ટી વી કેમેરા દ્વારા કેદારેશ્વર મહાદેવ ની આરતી સાથે મહાદેવના દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, આ વર્ષે દર શ્રાવણ માસમાં આવતા ભાવિક ભક્તોને પ્રત્યક્ષ દર્શનનો લ્હાવો મળશે નહીં. કેદારેશ્વર મહાદેવ માં હાલ પુજા કરતા પુજારીઓની વીસમી પેઢી પૂજા અર્ચના કરી રહી છે. જોકે જુના મંદિર ના સ્થાને સમયાંતરે નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.