Skip to main content
Settings Settings for Dark

વડોદરાવાસીઓએ શહિદ મહંમદ આરીફને આપી અશ્રુભીની શ્રધ્ધાંજલી

Live TV

X
  • જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન સરહદે દેશની રક્ષા કાજે શહીદ થયેલા વડોદરાનો જવાન મહંમદ આરીફનો જનાજો તેમના ઘરેથી નિકળ્યો હતો. જેમાં હજારોની સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. નવાયાર્ડ સ્થિત શહીદ જવાનના ઘરથી લઇને ગોરવા ખાતે આવેલા કબ્રસ્તાનમાં શહીદ આરીફને ઇમામ દ્વારા ગુસલ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વીર શહીદ જવાન આરીફ પઠાણના જનાજાની નમાજ પઢવામાં આવી હતી. અને દેશના વીર સપૂતને સેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ દફનવિધિની કરવામાં આવી હતી..આ પ્રસંગે શહીદના પરિવારે પણ ભારે હૈયા અને ગર્વ સાથે પોતાના પુત્રને અશ્રુભીની અંતિમ વિદાય આપી હતી.

    શહીદ જવાન આરીફ પઠાણની દફનવિધી પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સંપૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે સેનાની ટ્રકમાં જવાનના પાર્થિવ દેહની અંતિમ યાત્રા યોજવામાં આવી હતી...આ પ્રસંગે જવાને સલામી આપવા આખું વડોદરા શહેર ઉમટી પડ્યું હતું અને સૌ કોઈએ જવાનને ભાવભિની વિદાય આપી હતી. શહીદના પાર્થિવ દેહને તેમના ઘરે લઇ જતા તેમના પરિવાર ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. શહીદના પરિવારનું આક્રંદ જોઈને સૌ કોઈની આંખો નમ થઈ ગઈ હતી..આ પ્રસંગે પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ સહિત હજારો શહેરીજનોએ દેશની રક્ષા કાજે શહીદ થયેલા વીર સપૂતને અશ્રુભીની શ્રધ્ધાંજલિ આપી હતી.મહત્વનું છે કે, પાકિસ્તાન દ્વારા જમ્મુ કશ્મીરની સરહદ પર સુંદરબની સેક્ટરના ગામો અને ભારતીય ચેકપોસ્ટને ટાર્ગેટ કરીને ગોળીબાર કરાયો હતો. જેમાં વડોદરાના 24 વર્ષીય જવાન મોહમ્મદ આરીફ પઠાણને ગોળી છાતીમાં વાગતાં, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તબીબોએ આરીફને મૃત ઘોષિત જાહેર કર્યો હતો..આરીફ પઠાણ શહીદ થયો હોવાની જાણ થતાં પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો...આરીફ એક અડગ અને કુશળ આર્મીમેન હતો.. જમ્મુ-કાશ્મીર રેજિમેન્ટ દ્વારા આરીફને બેસ્ટ શુટરનો મેડલ પણ આપવામાં આવ્યો હતો. આરીફ પઠાણ J&K રાઈફલ 18 બટાલિયનમાં કાર્યરત હતા, અને ગ્રેજ્યુએશન કરીને આર્મી જોઈન કરી હતી. ત્યારે આરીફના પાર્થિવ શરીરને ગાર્ડ ઓફ ઓનર સાથે દફનવિધિ કરવામાં આવી હતી...ત્યારે દેશની રક્ષાકાજે શહીદી વ્હોરનાર આ વીર સપૂતની શહાદતને શત શત નમન....
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply