ભાવનગર અને અમરેલી સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘમહેર
Live TV
-
આગામી બે દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ઉત્તર ભારતના રાજ્યોમાં પુરની ગંભીર સ્થિતિ . મુંબઈમાં ફરી પડ્યો ભારે વરસાદ. ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ. હવામાન વિભાગે ઉત્તર - મધ્ય ભારત માટે વરસાદ અંગેની આપી ચેતવણી.
રાજ્ય માં 31 જીલ્લા ના 114 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા માં સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ થયો હતો. સુરેન્દ્રનગર ના વઢવાણ તાલુકા માં જેતપુર ગીર ગઢડા પાટણ ધોરાજી સાણંદ માં બે- બે ઈંચ વરસાદ નોંધાયો હતો. લાંબા વિરામ બાદ મેઘરાજા એ ફરી મહેર કરતાં ધરતી પુત્રો માં આનંદ ની લાગણી વ્યાપી ગઈ હતી. લોકો એ પણ કાળઝાળ ગરમી માંથી રાહત ની લાગણી અનુભવી હતી. ડાંગ અને નવસારી જિલ્લામાં પણ હળવા ઝાપટાં પડ્યા હતા. ગીર સોમનાથ સુત્રાપાડા, તાલાલા અને વેરાવળ તાલુકા માં ધીમી ધારે વરસાદ થયો હતો. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ હળવા ઝાપટા પડ્યા હોવાના અહેવાલ છે. ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ પડ્યા હોવાના અહેવાલ છે. જ્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે નર્મદાની જળ સપાટી વધીને 121.96 મીટરે પહોંચી છે. તો હવામાન વિભાગે આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે.
