સૌર ઉર્જાના ક્ષેત્રમાં દેશભરમાં ગુજરાતમાં સૌથી ઉત્તમ કામગીરી
Live TV
-
સમગ્ર દેશમાં રૂફટોપ સોલર ઉર્જાની સોલર પેનલ લગાવવામાં ગુજરાત અવ્વલ નંબરે છે. નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં દેશના અન્ય રાજ્યોને ગુજરાતમાંથી ઉર્જા ક્ષેત્રે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
ગુજરાત રૂફટોપ સોલાર પેનલ લગાવનારા દેશના તમામ રાજ્યોમાં દેશનું નંબર વન રાજ્ય બન્યું છે. જુલાઈ2019 ની સ્થિતિમુજબ ભારતમાં કુલ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન 1,700.54 મેગાવોટ જેટલું છે. જેમાંથી ગુજરાતમાં કુલ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન કેપેસિટી 261.97 મેગા વોટની હતી. ગુજરાત પછીના ક્રમે મહારાષ્ટ્ર 198.52 મેગા વટ સાથે બીજા ક્રમાંકે અને તમિલનાડુ 151.62 મેગા વોટ સાથે ત્રીજા નંબરે આવે છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રિય નવીન અને પુન:પ્રાપ્ય ઊર્જા મંત્રાલય રાજ્યમંત્રી આર.કે. સિંહે આ માહિતી આપી હતી. આ માહિતી અનુસાર ભારત સરકારે ગ્રીડ કનક્ટેડ રૂફટોપ સોલાર પ્રોગ્રામ હેઠળ વર્ષ 2018-19માં રૂપિયા 446.77 કરોડનું નાણાંકિય પ્રોત્સાહન આપ્યું છે. તેમજ ભારત સરકારે આગામી વર્ષ 2022 સુધીમાં 40,000 મેગાવોટના રૂફટોપ સોલાર પ્રોજેકટની સ્થાપનાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
