જૂનાગઢને ઉત્તમ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીનું જૂનાગઢવાસીઓને વચન
Live TV
-
જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપના ઐતિહાસિક વિજયને વધાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી આજે જૂનાગઢ પહોચ્યા હતાં. જૂનાગઢવાસીઓના ઋણ સ્વિકાર કરવા માટે પહોંચેલા મુખ્યમંત્રીએ શહેરવાસીઓને વચન આપ્યું હતું કે જૂનાગઢને ઉત્તમ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં કોઇ કચાશ રાખવામાં નહીં આવે. તેમણે ઉમેર્યુ હતું,કે રેલવે ફાટકની સમસ્યામાંથી પણ જૂનાગઢને મુક્ત કરવામાં આવશે. જ્યારે જીતુ વાઘાણીએ કહ્યું હતું કે જૂનાગઢની જીતે 2022ની વિધાનસભાની ચૂંટણીને જીતવા નો પાયો નાંખ્યો છે. તેમણે પ્રચંડ બહુમતીથી ભાજપને જીતાડીને મહાનગરપાલિકામાં ફરી સત્તાના સૂત્રો સોંપવા બદલ જનતાનો આભાર માન્યો હતો.
