વડોદરાના શહીદ જવાનની આજે અંતિમવિધિ
Live TV
-
શહીદને શ્રદ્ધાંજલિ આપવા હજારો લોકો ઉમટ્યા
સોમવારે જમ્મુ કશ્મીરના ઉધમપુર ખાતે આવેલી અખ્નુર ચેક પોસ્ટ પર પાકિસ્તાન તરફથી થયેલા ફાયરિંગમાં વડોદરાનો યુવાન આરીફ પઠાણ મોહમ્મદ સફી ઘાયલ થયો હતો એનું સારવાર દરમિયાન મોત થયું હતું. શહીદ આરીફ પઠાણના નશ્વર દેહને ગઈકાલે રાત્રે વિશેષ વિમાન દ્વારા વડોદરા એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. આ સમયે મોટી સંખ્યામાં વડોદરાનાં નગરજનો ઉલસ્થિત રહયા હતા.
પાકિસ્તાન દ્વારા સિઝ ફાયરિંગમાં ભારતનો આર્મીનો વધુ એક જવાન શહીદ થયો છે.જમ્મુ કશ્મીરની સરહદ પર સુંદરબની સેક્ટરના ગામો અને ભારતીય ચેકપોસ્ટને ટાર્ગેટ કરીને ગોળીબાર કરવામાં આવ્યો હતો.વડોદરાના 24 વર્ષીય યુવાન આરીફ પઠાણ મોહમ્મદ સફી દેશની રક્ષા કરવાના સપનાં સાથે આર્મીમાં જોડાયો અને તેનું જમ્મુ કશ્મીરમાં પોસ્ટિંગ થયું હતું. અને હાલ આરીફ જમ્મુ કશ્મીરના ઉધમપુર જિલ્લાની અખ્નુર ચેક પોસ્ટ પર ખડેપગે દેશની રક્ષા કાજે ફરજ બજાવી રહ્યો હતો ત્યારે એલ.ઓ.સી. પર સામે તરફથી ફાયરિંગમાં એક ગોળી આરીફની છાતીમાં વાગતાં, તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ આરીફને મૃત ઘોષિત કર્યો હતો.આરીફ પઠાણ શહીદ થયો હોવાની જાણ થતાં પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. ગઈકાલે રાત્રે વિશેષ વિમાનમાં શહીદ જવાન આરીફખાનનાં નશ્વર દેહનેવડોદરા હવાઈ મથકે લાવવામાં આવ્યો હતો. તેને સલામી આપવાવડોદરાના કીય પક્ષોના અગ્રણીઓ એમજ સાંસદ રંજનબેન ભટ્ટ, રાજ્ય સરકારના મંત્રી યોગેશભાઈ પટેલ, ધારાસભ્યો,જિલ્લા કલેકટર, વડોદરાના પોલીસ કમિશ્નર , મેયર, વિપક્ષના નેતા, કૉંગ્રેસના પ્રમુખ, આર્મીના અધિકારીઓ મેજર જનરલ એમ જે એસ સાયલી, ઇએમઇ સ્કૂલ કમાડન્ટ બ્રિગેડિયર રજત ઉપરેતી વડોદરા રમી હેડ કવાર્ટર બ્રિગેડિયર સંજોગ નેગી, સેનાનાં નિવૃત અધિકારીઓ સહિત કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. વડોદરા એરપોર્ટ પર આવેલ ભારતીય ત્રિરંગા નીચે આવે સેના ના જવાનો ના સેલ્ફી પોઇન્ટ ખાતે લશ્કરી સન્માન સાથે આવી હતી. આરીફ પઠાણની શહાદતને બિરદાવતા સુત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. સાથે ઉપસ્થિત લોકોએ અશ્રુભીની શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ દેશને માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વડોદરાના પનોતા પુત્રને આદર સાથે પુષ્પાઅંજલી અર્પી હતી. ત્યાર બાદ લશ્કરી સન્માન સાથે આરીફના નશ્વર દેહને એસએસજી હોસ્પિટલના કોલ્ડરૂમ ખાતે લઈ જવામા આવ્યો હતો.
