Skip to main content
Settings Settings for Dark

શોષિતો, પીડિતા અને વંચિતોના વિકાસ માટે સરકાર કટિબદ્ધ: મંત્રી ઈશ્વર પરમાર

Live TV

X
  • સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વર પરમારે જણાવ્યું છે કે રાજ્ય સરકાર ગરીબો, શોષિતો, પીડિતો અને વંચિતોના આર્થિક અને સામાજિક વિકાસ માટે પ્રતિબધ્ધ છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે તેમના સંર્વાંગી વિકાસ માટે દ્રઢ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન પણ કર્યું છે. વિધાનસભામાં મંગળવારની પ્રથમ બેઠકમાં સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની અનુસૂચિત જાતિ કલ્યાણ માટેની રૂપિયા 8 હજાર 342 કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરતાં ઇશ્વરભાઇ પરમારે ઉમેર્યુ હતું કે ગત વર્ષ કરતાં 883 કરોડની રકમ વધુ ફાળવવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અનુસુચિત જાતિના કલ્યાણ માટે 1,347 કરોડ સહિત અનુસૂચિત જાતિ પેટા યોજના માટે 5,276 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. તેમજ આર્થિક પછાત વર્ગ, લઘુમતિઓ, વિચરતી અને વિમુક્ત જાતિઓ સહિત 1904 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply