વડોદરા ખાતે યોજાયેલી લોક અદાલતમાં વિવિધ પ્રકારના 25 હજારકેસોનો કરાયો સુઃખદ નિકાલ
Live TV
-
વડોદરા ખાતે યોજાયેલી લોક અદાલતમાં વિવિધ પ્રકારના 25 હજાર કેસોનો સુઃખદ નિકાલ કરાયો છે. આના દ્વારા પક્ષકારોના સમય અને નાણાનો બચાવ થયો. પોલિસ તંત્ર, વકિલો તેમજ લો કોલેજ ના વિદ્યાર્થીઓએ લોક અદાલતને સફળ બનાવી.
વડોદરાના દિવાળીપુરા ખાતે આવેલ ન્યાયમંદિરમાં શનિવારે લોક અદાલત યોજાઈ હતી. જેમાં ક્રિમિનલ, સિવિલ, મોટર એક્સિડન્ટ , ક્લેઇમ પિટિશન, ચેક રિટર્ન, એમવી એકટ, જુગારધારા અને પ્રોહીબિશનને લગતા 26,000 કરતા વધુ કેસો હાથ પર લેવામાં આવ્યા હતા. જે પૈકીના 25,000 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. નિકાલ કરવામાં આવેલ તમામ કેસો કોર્ટની ટ્રાયલ ચાલે તો અંદાજે પાંચ વર્ષ જેટલો સમય લાગે. તો સાથે જ કોર્ટનો તેમજ પક્ષકારોના સમયનો બગાડ થાય અને નાણાકીય ખર્ચ પણ થાય. આ લોક અદાલતને ભારે સફળતા મળી હતી. આ દરમિયાન 15 બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. તો 361 કેસોમા 1 કરોડ 70 લાખની રિકવરી કરવામાં આવી હતી. લોક અદાલતને સફળ બનાવવા પોલીસ તંત્રની સાથે 200 વકીલો તેમજ એમ. એસ. યુનિવર્સીટી અને પારૂલ યુનિવર્સીટીના લો કોલેજના વિધાર્થીઓ સહભાગી થયા હતા.
