અમદાવાદના કાંકરિયા ખાતે એડવેન્ચર પાર્ક દુર્ઘટનામાં 6 લોકોની કરાઇ ધરપકડ
Live TV
-
અમદાવાદના કાંકરિયા ખાતે એડવેન્ચર પાર્કમાં એક રાઇડ તુટતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 2 લોકોનાં મોત થયા હતા અને 26 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.ઘાયલ તમામ લોકોને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદના કાંકરિયા ખાતે એડવેન્ચર પાર્કમાં એક રાઇડ તુટતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 2 લોકોનાં મોત થયા હતા અને 26 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.ઘાયલ તમામ લોકોને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે એમ્બ્યુલન્સ અને ફાયરની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.તેમજ મ્યુનિસિપલ કમિશનર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યાં હતા. તો ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઇજાગ્રસ્તોની એલજી હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી. ઘટનાની સમીક્ષા બાદ ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સતત સંપર્કમાં છે. અને ઈજાગ્રસ્તોને તમામ સારવાર આપવા તંત્રને તાકીદ કરી છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.. અને જણાવ્યું હતું કે દુર્ઘટનામાં તમામ જવાબદારો સામે પગલા લેવામાં આવશે,, તો બીજી તરફ રાજયના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, અમદાવાદના મણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવવામાં આવી છે,, પોલીસ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે..જેમાં તપાસના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
