Skip to main content
Settings Settings for Dark

સુરતના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, પવન સાથે ધીમી ધારે વરસાદની થઇ શરૂઆત

Live TV

X
  • સુરત જિલ્લાના વાતારણમાં અચાનક જ પલટો આવ્યો છે. જેને લઇને જિલ્લા અને શહેરના વિસ્તારોમા પવન સાથે ધીમીધારે વરસાદની શરૂઆત થઇ હતી.. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહની મેઘરાજાએ પાછુ વળીને જોયું જ નથી,, ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવતાની સાથે જ શહેરીજનોમાં ખુશીની લાગણી છવાઇ ગઇ હતી. અને શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

    સુરત જિલ્લાના વાતારણમાં અચાનક જ પલટો આવ્યો છે. જેને લઇને જિલ્લા અને શહેરના વિસ્તારોમા પવન સાથે ધીમીધારે વરસાદની શરૂઆત થઇ હતી.. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહની મેઘરાજાએ પાછુ વળીને જોયું જ નથી,, ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવતાની સાથે જ શહેરીજનોમાં ખુશીની લાગણી છવાઇ ગઇ હતી. અને શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. 

    રાજ્યમાં મેઘરાજા હાથ તાળી આપીને જતા રહ્યા હોય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે.રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી થોડો પણ વરસાદ વરસ્યો નથી.જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.કચ્છ જિલ્લામાં 6.27 ટકા વરસાદ વરસ્યો છે.વાત કરીએ ઉત્તર ગુજરાતની તો.પાટણ જિલ્લામાં 15.42 ટકા, બનાસકાંઠામાં 16.43 ટકા, મહેસાણામાં 15.05 ટકા, સાબરકાંઠામાં 21.98 ટકા, અરવલ્લીમાં 21.98 ટકા અને ગાંધીનગરમાં 16.55 ટકા વરસાદ નોંધાયો છે.વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં 12.55 ટકા વરસાદ વરસ્યો છે.મધ્યગુજરાતમાં પણ નહિંવત વરસાદ જોવા મળી રહ્યો છે.ખેડામાં 20.60 ટકા, આણંદમાં 20.57 ટકા, વડોદરામાં 22.48 ટકા, મહિસાગરમાં 21.18, પંચમહાલમાં 30.05 ટકા, દાહોદમાં 25.98 વરસાદ નોંધાયો છે.તો સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓને બાદ કરતા અન્ય જિલ્લાઓમાં સાવ સામાન્ય વરસાદ વરસ્યો છે.ઓછા વરસાદ કારણે ધરતી પુત્રોની ચિંતા વધી છે.જો કે રાજ્યમાં આજે કેટલીક જગ્યાએ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે તેના કારણે વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.રાજકોટમાં વાદળછાયું વાતાવરણ થતાં લોકોને તડકાથી રાહત મળી હતી.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply