Skip to main content
Settings Settings for Dark

વલસાડ જિલ્લાના ધરમપુરના જંગલોમાંથી 19 જાતિના દુર્લભ વૃક્ષો મળી આવ્યા

Live TV

X
  • ગુજરાતનો દક્ષિણ ભાગ વન સંપદાથી સમૃદ્વ છે. અનેક જાતિના વૃક્ષો અને વેલાઓએ આ વિસ્‍તારને હર્યો-ભર્યો કર્યો છે. તાજેતરમાં વલસાડ જિલ્લાના ધરમપુરના જંગલોમાંથી 19 જાતિના દુર્લભ વૃક્ષો મળી આવ્યા છે. આ દુર્લભ વૃક્ષોનાં સંવર્ધન હેતુ હાલ નર્સરીઓમાં તેના 20 હજાર છોડ ઉછેરવામાં આવી રહ્યાં છે. નાયબ વન સંરક્ષક, સહાયક વન સંરક્ષક, રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર અને અન્ય વનકર્મીઓએ આ દુર્લભ વૃક્ષોની ભાળ મેળવી છે. જેમાં બોથી, ખડશિંગ, કવીશા, પંગારો, કરમલ, સફેદ પાઘળ, પીળો ખાખરો, મેઢાશિંગ, નાની ચમોલ, મોટી ચમોલ, રગત રોહિડો, ચંડીયો, કંપીલો, દવલો, કુંભ, હુંભ, વરસ, કાયલી, પીળા ફુલ ધરાવતો શીમળો જેવા વૃક્ષો અને વેલાઓ કે જેના નામ આપણે ક્યારેય સાંભળ્‍યા ન હોય કે જોયા ન હોય તેવી આ વનસ્‍પતિઓ શોધી કાઢી છે. લોકડાઉનના સમયમાં વન વિભાગ દ્વારા સ્‍થાનિક ગ્રામજનોને વનસ્‍પતિઓના મહત્ત્વ અંગે સમજાવી તેમના સહયોગ થકી જંગલમાંથી દુર્લભ વૃક્ષોના બીજ એકત્ર કરવામાં આવ્‍યા હતા. જેના 20 હજાર જેટલા છોડ હાલ નર્સરીઓમાં તૈયાર થઇ રહ્યાં છે. જેને રીઝર્વ ફોરેસ્‍ટ વિસ્‍તારમાં વાવેતર કરવામાં આવશે. તો આ ઉપરાંત પણ બીજી અનેક લુપ્ત થતી જાતો શોધવામાં આવી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply