વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને મળી રહ્યો છે સારો પ્રતિસાદ
Live TV
-
રાજ્ય સરકારની પ્રજાલક્ષી વિવિધ યોજનાઓના લાભ તમામ સુધી પહોંચે એવો સંકલ્પ યાત્રાનો શુભ હેતુ સાથે વિવિધ જિલ્લાઓના અલગ અલગ ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ રહી છે.
મહેસાણા-કમાણા
છેવાડાના માનવી સુધી, સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલ "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" મહેસાણાના કમાણા ગામે પહોંચી હતી. આ પ્રસંગે, ઉપસ્થિત મહાનુભાવો એ સરકારની 17 યોજનાઓની માહિતી આપી, ઉજ્જવલા, પી.એમ. આવાસ, ધાત્રી માતા, પૂર્ણા યોજના, આયુષ્માન ભારત, સ્વ સહાય જૂથ, મિશન મંગલમ જેવી યોજનાના લાભ લાભાર્થીઓને સ્થળ પર જ આપ્યા હતાં. "મેરી કહાની, મેરી જુબાની" અંતર્ગત લાભાર્થીઓએ મળેલ લાભ વિશે પોતાના પ્રતિભાવ આપી, સરકાર ની કલ્યાણકારી યોજના ની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.રાજકોટ-ધોરાજી
સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ, ઘર-ઘર પહોંચાડવાના સંકલ્પ સાથે ફરી રહેલા "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" નો રથ, રાજકોટના ધોરાજી ખાતે પહોંચ્યો હતો. આ પ્રસંગે, સ્થાનિકોએ રથનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને સરકારી યોજનાઓની માહિતી અને લાભ ગ્રામજનોને સરળતાથી મળી રહે તે માટે, સરકારી યોજનાઓની માહિતી આપતા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ગ્રામજનો એ લાભ લીધો હતો. આ ઉપરાંત, "મેરી કહાની, મેરી જુબાની" અંતર્ગત આયુષ્યમાન જેવી આરોગ્ય સેવાના લાભાર્થીઓએ લીધેલા લાભની બાબત જણાવી, સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. દેશના અનેક જિલ્લાઓમાં "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" નો રથ ફરી રહ્યો છે, જેનો ઉદ્દેશ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડી, વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો છે.સાબરકાંઠા-અંબાવાડા
"જનજાતીય ગૌરવ દિવસ" થી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો રથ, સાબરકાંઠાના અંબાવાડા ગામે પહોંચ્યો હતો. આ રથ સાથે ઉપસ્થિત પદાધિકારીઓએ ગ્રામજનોને, સરકારની કલ્યાણકારી સેવાઓ નો લાભ લેવા અનુરોધ કર્યો હતો. "મેરી કહાની, મેરી જુબાની" અંતર્ગત એક લાભાર્થીએ, વર્ષ 2022 માં હ્રદય રોગના હુમલા સમયે, આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત લીધેલા લાભની બાબત જણાવી, પ્રધાનમંત્રી નો આભાર માન્યો હતો. સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભ ઘર-ઘર પહોંચાડવાના સંકલ્પ સાથે, "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" દેશની ગ્રામ પંચાયતોમાં ફરી રહી છે.ભાવનગર-હાથબ, કણકોટ, નેસવડ, હાજીપર, મોટા ઘાણા, ગણથર, ટીટોડીયા, નાની વાવડી
રાજ્યના જિલ્લાઓમાં વિકસીત ભારત સંકલ્પ યાત્રા રથને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને લાભાર્થીઓ સરકારી યોજનાથી ઘર આંગણે જ લાભાન્વિત થઈ રહ્યા છે. આજે ભાવનગરના હાથબ, કણકોટ, નેસવડ, હાજીપર, મોટા ઘાણા, ગણથર, ટીટોડીયા, નાની વાવડી, સહિતના અનેક ગામોમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ ફરશે.સાબરકાંઠા-તલોદ-વાવ
અમારા સાબરકાંઠાના તલોદ તાલુકાના વાવ ગામે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ હતી. લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સહાય વિતરણ કરાયું હતું. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનાં થાણા ગાલોળ અને ચાંપરાજપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં લાભાર્થીઓને ઘર આંગણે સરકારી યોજનાઓના લાભો મળ્યા હતા. આ યાત્રાનું ગ્રામજનોએ સામૈયાં અને કુમકુમ તિલક થકી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.વિસનગર- કમાણા
સરકારની યોજનાઓ છેવાડા ના માનવી સુધી પહોચાડવાના સંકલ્પ સાથે નીકળેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિસનગર તાલુકાના કમાણા ગામે આવી પહોંચી. લોકોને ઘર આંગણે યોજનાઓનો લાભ મળ્યો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણ કારી યોજનાઓ પહોચાડવાના સંકલ્પને લઇને નીકળેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે વિસનગરના કમાણા ગામે આવી પહોંચતા ગામ લોકોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. સરકારની જુદી જુદી 17 જેટલી યોજનાઓનો જુદા જુદા સ્ટોલ દ્વારા સીધો લાભ આપવામાં આવ્યો હતો તેમજ ઉજવલા, પી એમ આવાસ, ધાત્રી માતા, પૂર્ણા યોજના,આયુષ્યમાન ભારત યોજના, સ્વ-સહાય જૂથ, મિશન-મંગલમ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણ પત્ર તેમજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મેરી કહાની મેરી જુબાની અંતર્ગત ગામના દિપીકાબેન પટેલ દ્વારા બંને પગે આયુષ્ય માન ભારત યોજના દ્વારા ઓપરેશન ફ્રી મા કરાવી તંદુરસ્ત બન્યા હોવાની સફળ વાર્તારજૂ કરવામાં આવી હતી. જ્યારે વૈશાલી બેન પટેલ દ્વારા મિશન મંગલમ યોજના દ્વારા તેમને અનેક લાભ જેવા લે લોન, અમૂલ પાર્લર , બેંક બિસી ના મળ્યા હોવાનું જણાવ્યું હતું. ઉપસ્થિત લાભાર્થીઓએ ગુજરાત સરકાર ,કેન્દ્ર સરકાર તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.
ઉપસ્થિત મહાનુભાવો એ સરકારની જુદી જુદી 17 જેટલી યોજનાઓ વિગતે સમજાવી તેના પર પ્રકાશ પાડ્યો હતો અને ઘર આંગણે લાભ લેવા અનુરોધ કર્યો હતો.
ગીર સોમનાથ- કોડીનાર
ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના શુભ હેતુથી સમગ્ર ભારત વર્ષમાં યોજાય રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગીર સોમનાથના કોડીનાર ખાતે આગમન થયું. ધારાસભ્ય સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. કેન્દ્ર તથા ગુજરાત સરકારની વિવિધ યોજનાઓનો લાભાર્થીઓને તત્કાળ લાભ મળ્યો.મહાનુભાવોના હસ્તે 25 થી વધુ લાભાર્થીઓને ઉજ્જવલા યોજના, સ્વનિધી,પી.એમ. જય કાર્ડ, પી.એમ.સમૃધ્ધિ યોજના સહિતની કલ્યાણકારી યોજનાઓના સ્થળ પર જ લાભ આપવામાં આવ્યા હતા.કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી વિવિધ યોજનાઓના લાભ તમામ સુધી પહોંચે એવો સંકલ્પ યાત્રાનો શુભ હેતુ અહીં સાર્થક થતો જોવા મળ્યો હતો.તો લાભાર્થીઓએ સરકારની પ્રજાલક્ષી યોજનાઓ અંગેનો સુખદ અનુભવ સ્વમુખે જણાવ્યો હતો.કોડીનાર નગર પાલિકા ભવન ખાતે ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓથી લોકો માહિતગાર બને અને વધુમાં વધુ લાભ લે તેવા હેતુસર યોજાયેલ સંકલ્પ યાત્રા રથનું કોડીનાર ખાતે ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા દરેક વર્ગના લાભાર્થીઓને પણ લાભ મળી રહે તે માટે સરકારની અનેક વિધ કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. જેનો તમામે અચૂક લાભ લેવો જોઈએ ત્યારેજ વિકસિત ભારતની સંકલ્પના પૂર્ણ થશે.