આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં કમોસમી હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી
Live TV
-
આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્રમાં કમોસમી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ અમરેલી, રાજકોટ, દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે
અરબસાગર પરથી આવતા ભેજવાળા પવનોને લીધે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક દરમિયાન વરસાદ પડી શકે છે. આગામી સમયમાં તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઇ શકે છે, ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે, સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે અમદાવાદમાં 15.6 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે ,આગામી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે