મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી અને ઇસરો દ્વારા છઠ્ઠી સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2023નું આયોજન
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી અને ઇસરો દ્વારા છઠ્ઠી સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન -2023નું આયોજન આજે કરવામાં આવ્યું છે. અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે આયોજિત આ હેકાથોનમાં 234 જેટલી સમસ્યાઓના નિરકારણ માટે સમગ્ર દેશના 14 રાજ્યોની 46 જેટલી ટીમો જોડાઈ છે. અને તેના માટે કામગીરી કરશે.
હેકાથોન દ્વારા યુવાનોમાં સર્જનાત્મકતા ખીલે તથા સમસ્યા નિવારવાની સૂઝ પ્રગટે અને તેનું નિવારણ વ્યવહારિક રીતે કરવાની તક મળે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. આ હેકાથોનમાં કુલ 34 જેટલા કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો તેમજ સમગ્ર ભારતનાં ઉદ્યોગો દ્વારા મોકલવામાં આવેલી 234 જેટલી સમસ્યાની યાદી આપવામાં આવી છે. સમગ્ર ભારત માટે આ અંગે કુલ 1હજાર 282 ટીમો પસંદગી કરવામાં આવી છે. જેમાં 7,992 સહભાગીઓ સામેલ થશે. ભારત સરકાર દ્વારા હેકાથોન માટે 47 નોડલ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે.