વિક્રમ સંવત 2082 ના આરંભે અંબાજી મંદિરમાં આરતી અને દર્શન સમય બદલાશે
Live TV
-
આગામી 30 માર્ચ રવિવારથી ચૈત્રી નવરાત્રી હિંદુઓના વિક્રમ સવંત 2082 ના નવા વર્ષ ના પ્રારંભ થી દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો
આગામી 30 માર્ચ, રવિવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થનાર છે. આ પવિત્ર અવસરે શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે આવતા હજારો શ્રદ્ધાળુઓને આરામથી દર્શન અને આરતીનો લાભ મળી રહે, તે માટે વિક્રમ સંવત 2082 ના નવા વર્ષના આરંભથી આરતી અને દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ઘટ્ટ સ્થાપનનો સમય:
પ્રથમ ચૈત્રી નવરાત્રીના દિવસે મંદિરના સભામંડપમાં સવારે 9:30 થી 10:00 કલાક સુધી ઘટ્ટ સ્થાપન કરવામાં આવશે.નવા આરતી સમય:
સવારની આરતી: 7:30ના બદલે 7:00 વાગ્યે
બપોરે રાજભોગ: 12:30ના બદલે 12:00 વાગ્યે
સાંજની આરતી: 6:30ના બદલે 7:00 વાગ્યે
ચૈત્રી નવરાત્રી અને અન્ય નવરાત્રી
સામાન્ય રીતે વર્ષ દરમિયાન ચાર નવરાત્રી આવે છે, જેમાં બે ગુપ્ત નવરાત્રી અને બે મોટી નવરાત્રી હોય છે.
ચૈત્રી નવરાત્રી (વાસંતિક નવરાત્રી)
આસો સુદની શારદીય નવરાત્રી
અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન શાસ્ત્રીય વિધિ મુજબ આરતી અને પૂજા વિધાનોનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી શ્રદ્ધાળુઓ વધુ સુલભ અને સ્નેહભર્યા માહોલમાં માતાજીના દર્શન કરી શકે.
ચૈત્રી નવરાત્રી વિશેષ: મંગળા આરતી સમયમાં ફેરફાર
ચૈત્રી નવરાત્રી દરમિયાન ચૈત્ર સુદ આઠમ (05/04/2023) અને ચૈત્ર સુદ પૂનમ (12/04/2023) ના રોજ સવારની મંગળા આરતી સવારે 6:00 કલાકે કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ માટે દર્શન અને આરતી વધુ સુવિધાજનક બને, તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.