Skip to main content
Settings Settings for Dark

વિજયનગર નજીક ખેતમજૂરોની જીપનો ટ્રક સાથે ગમખ્વાર અકસ્માત, 7ના મોત

Live TV

X
  • અકસ્માતમાં મોતને ભેટનારા મોટાભાગના નવાપગા ખારા બેડીના રહીશ, ઈડરના ચોરવાડ ગામે બટાટા કાઢવાનું કામ કરવા જઈ રહ્યા હોવાની પ્રાથમિક જાણકારીમાં સામે આવ્યું છે.

    સાબરકાંઠા : વિજયનગર તાલુકાનાના કુંડલા ગામ પાસે જીપ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં 7 લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતમાં 23 લોકો ઘાયલ થયા છે જેમાં 2ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને ખેડબ્રહ્મા અને હિમ્મતનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  ઘટનાની જાણકારી મળતી ધારાસભ્ય અશ્વિન કોટવાલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોના ખબર-અંતર પૂછ્યા હતા.

    મળતી માહિતી મુજબ અકસ્માતમાં મોતને ભેટનારા મોટાભાગના નવાપગા ખારા બેડીના રહીશ છે. તેઓ સવારે ઘરેથી નીકળીને ઈડરના ચોરવાડ ગામે બટાટા કાઢવાનું કામ કરવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો. આ બનાવ આશ્રમ નજીક પુડળા ત્રણ રસ્તા આંતરસુબા બીએડ કોલેજ પાસે બન્યો હતો. 

     

    અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply