Skip to main content
Settings Settings for Dark

અમદાવાદનો 608મો સ્થાપના દિવસ, હેપ્પી બર્થ ડે

Live TV

X
  • સાબરમતીની ગોદમાં રમતા અમદાવાદની ભૂમિ અદ્ભુત ઘટનાઓની સાક્ષી બની રહી છે. અમદાવાદ શહેર ઇતિહાસમાં ઘણા મહત્વપૂર્ણ કારણોથી પણ પ્રસિદ્ધ છે, અને એ છે મહાત્મા ગાંધીએ અહીં સાબરમતીના કિનારે સ્થાપેલો ગાંધી આશ્રમ. આગામી વર્ષૉમાં સાબરમતી નદીના પટમાં રીવર ફ્રન્ટ યૉજનાથી શહેરની રૉનક બદલાઈ છે. આ પહેલા વર્ષ 1960થી 1970 સુધી અમદાવાદ ગુજરાતની રાજધાની હતી. સમગ્ર ભારતમાં સૌપ્રથમ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત કરનાર આપણું અમદાવાદ જ છે. મહાત્મા ગાંધી, સરકાર પટેલથી લઈને વિક્રમ સારાભાઈથી લઈને અનેક મહાપુરૂષોના ઘડતરમાં અમદાવાદનો ફાળો રહ્યો છે. આ શહેર આજે પણ તેના ઈતિહાસ સાથે જીવી રહ્યું છે... અને પોતાનો વારસો સાચવીને રાખ્યો છે.

    અમદાવાદઃ જબ કુત્તે પે સસ્સા આયા, તબ અહમદશાહને શહર બસાયા.. અમદાવાદ શહેર સાથે 6 સદીથી વધુનો ઈતિહાસ જોડાયેલો છે.  છત્તાં આજે અડિખમ ઉભું છે. આજે અમદાવાદનો 608મો સ્થાપના દિવસ છે. અમદાવાદની સ્થાપના 26મી ફેબ્રુઆરી 1411ના દિવસેબાદશાહ અહમદશાહે કરી હતી...... અહમદશાહે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ શહેરનો પાયો માણેક બુર્જ પાસે નાખ્યો ૧.૨૦ બપોરે, ગુરૂવાર, હિજરી વર્ષ ૮૧૩ તેણે નવી રાજધાની ૪ માર્ચ ૧૪૧૧ના રોજ નક્કી કરી હતી.

    સાબરમતીની ગોદમાં રમતા અમદાવાદની ભૂમિ  અદ્ભુત ઘટનાઓની સાક્ષી બની રહી છે. અમદાવાદ શહેર ઇતિહાસમાં ઘણા મહત્વપૂર્ણ કારણોથી પણ પ્રસિદ્ધ છે, અને એ છે મહાત્મા ગાંધીએ અહીં સાબરમતીના કિનારે સ્થાપેલો ગાંધી આશ્રમ. આગામી વર્ષૉમાં સાબરમતી નદીના પટમાં રીવર ફ્રન્ટ યૉજનાથી શહેરની રૉનક બદલાઈ છે. આ પહેલા વર્ષ 1960થી 1970 સુધી અમદાવાદ ગુજરાતની રાજધાની હતી. સમગ્ર ભારતમાં સૌપ્રથમ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત કરનાર આપણું અમદાવાદ જ છે. મહાત્મા ગાંધી, સરકાર પટેલથી લઈને વિક્રમ સારાભાઈથી લઈને અનેક મહાપુરૂષોના ઘડતરમાં અમદાવાદનો ફાળો રહ્યો છે. આ શહેર આજે પણ તેના ઈતિહાસ સાથે જીવી રહ્યું છે... અને પોતાનો વારસો સાચવીને રાખ્યો છે. શહેરમાં અનેક ઐતિહાસિક અને પૈરાણિક સ્થળ છે જેમાં શહેરમાં ગાંધી આશ્રમ, સરદાર પટેલ સ્મારક, કાંકરિયા તળાવ, હઠીસિંહના દેરા, સાયન્સ સિટી, અડાલજની વાવ, સીદીસૈયદની જાળી, જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, સ્વામિનારાયણ મંદિર, ભાગવત વિદ્યાપીઠ, માણેક ચોક, રાણીનો હજીરો, સાબરમતિ રિવરફ્રન્ટ, તિરૂપતિ બાલાજી મંદિર, ઈસરો જેવા અનેક સ્થળો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. અમદાવાદના લોકોની સેવા માટે ચાલતી બીઆરટીએસની બસોએ પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. ભારતની અંદર સૌથી શ્રેષ્ઠ બીઆરટીએસ નેટવર્ક અમદાવાદમાં છે. તેનું સંચાલન અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. 

    પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી  નામક શહેરની વાર્તા શરુ થઇ ત્યાર બાદ સમય નું  ચક્ર આગળ વધ્યું ,  ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગ્યાને પસંદ કરી. તેનું નામ આપ્યું 'અહમદાબાદ' અને  સમય જતાં તે અપભ્રંશ થઈને 'અમદાવાદ' તરીકે ઓળખાવા લાગ્યું.

    અમદાવાદનું રાજકીય ક્ષેત્રે પણ ખૂબ જ મહત્વનું શહેર છે. મહાત્મા ગાંધીએ સાબરમતી નદીના પશ્ચિમ તટે કોચરબ આશ્રમની સ્થાપના કરી જે આજે કસ્તુરબા આશ્રમ તરીકે ઓળખાય છે અને બીજો આશ્રમ વાડજ નજીક સાબરમતી વિસ્તારમાં સ્થાપ્યો જે આજે ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે. અંગ્રજોના શાસન કાળ દરમિયાન ગાંધીજીના લીધે અમદાવાદ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય મથક બની રહ્યું. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ ૧૯૨૦ માં અમદાવાદ માં કરી. સરદાર પટેલે અમદાવાદથી રાજકીય ક્ષેત્રમાં જંપલાવ્યું હતું. ડો. વિક્રમ સારાભાઈ નો ઉછેર અમદાવાદમાં થયો અને સારાભાઈ ઉદ્યોગ અમદાવાદમાં વિકસ્યો. તેમના સહયોગથી ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર(ઈસરો), ટેક્ષટાઇલ સંશોધન કેન્દ્ર (અટીરા) અને ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (પી.આર.એલ.) અમદાવાદમાં સ્થપાયા.તો ૧૯૭૬ થી દૂરદર્શનનું પ્રસારણ પણ શરુ થયું 
    કસ્તુરભાઇ લાલભાઇ અને લાલભાઈ દલપતભાઈ જેવા ઉદ્યોગપતિઓના પ્રયત્ન અને સહયોગથી ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલય (એલ. ડી. એન્જીનીયરીંગ) અને એલ. ડી. આર્ટસ કોલેજો અને બીજી સંસ્થાઓ સ્થપાઇ. ભારત અને એશિયાની પ્રથમ કક્ષાની સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (આઇ.આઇ.એમ.) અમદાવાદમાં આવેલી છે. તે સિવાયની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇન, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી (DA-IICT) અને પ્લાઝમા અનુસંધાન સંસ્થાન (IPR) પણ અમદાવાદમાં આવેલ છે.
    અમદાવાદ આજે અન્ય મેટ્રો શહેરો જેવા કે મુંબઈ, દિલ્હી, કોલકત્તા, ચેન્નાઈ ની સમકક્ષ બની ગયેલ છે.

    આજે અમદાવાદ સમયના કિનારે નવી આશા અને ધબકાર સાથે ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે,ત્યારે આપણા વ્હાલા અમદાવાદને દૂરદર્શન પરિવાર તરફથી હેપી બર્થ ડે ......

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply