Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
નવસારીમાં લોકસભા ચૂંટણીની તૈયારી અંતર્ગત ભાજપ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ | DD News Skip to main content
Settings Settings for Dark

નવસારીમાં લોકસભા ચૂંટણીની તૈયારી અંતર્ગત ભાજપ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

Live TV

X
  • લોકસભા ચૂંટણીના પડઘમ વાગવા માંડ્યા છે. ત્યારે ભાજપા ધ્વારા લોકસભા ચુંટણીની તૈયારીઓ શરૂ થઇ છે. ગુજરાત ભાજપાએ ચુંટણીનું રણશિંગું ફૂંકી દીધુ છે. ત્યારે નવસારી લોકસભા બેઠક પર મધ્યસ્થ કાર્યાલય પર પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝોન પ્રભારી જનક બગદાણા વાળાની આગેવાનીમાં નવસારી લોકસભા બેઠક ઉપર પ્રચાર કરવા માટે કાર્યકરો શું શું કામગીરી કરશે તેની વિસ્તૃત માહિતી આપી હતી.

    પ્રેસ મીડિયાને માહિતી આપતા પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જનકભાઈ બગદાણાવાળાએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી હવે ટુંક સમયમાં જાહેર થશે. ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દર વખતે જનતાની અપેક્ષાનું સંકલ્પ પત્ર રજૂ કરતુ હોય છે તે અંતર્ગત આ વખતે પણ જનતાની અપેક્ષાનું સંકલ્પ પત્ર બને તે માટે તેમના સૂચનો અને તેમની જરૂરિયાત જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે આ સંકલ્પ પત્રમાં સમાવેશ કરી શકાય. આ અભિયાન અંતર્ગત દેશમાંથી આશરે 1 કરોડથી વધુના લોકોની આશા, અપેક્ષા ભેગી કરવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અભિયાનમાં મુખ્ય ચાર સ્વરૂપે લોકો પાસેથી સૂચનો એકત્રિત કરવામાં આવશે. સંકલ્પ પત્રની પેટી, નરેન્દ્ર મોદી એપ, મીસ કૉલ નંબર અને ઇમેલ દ્વારા સૂચનો મેળવાશે. લોકોની અપેક્ષાનું સંકલ્પ પત્ર બને તે માટે સૂચન પેટી જીલ્લાના મુખ્ય સ્થાનો, કોલેજો સહિત સ્થળોએ પેટી સ્વરૂપે મુકાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભારતનો વિકાસ કરવાનો સંકલ્પ, મોદીની ગેરંટી વીડિયો વાન નવસારી લોકસભામાં વિસ્તારમાં ફેરવવામાં આવશે.

    આ અવસરે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, લોકસભાના ઇન્ચાર્જ મહેન્દ્રભાઈ પટેલ, લોકસભાના સંયોજક અશોકભાઈ ધોરાજીયા, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, ઉધના ના ધારાસભ્ય મનુભાઈ પટેલ સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.  
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
apply