Skip to main content
Settings Settings for Dark

ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનું રાજીનામું, કોણ છે આ રાજનેતા? 

Live TV

X
  • ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા સતત ઘટી રહી છે. એક બાદ એક ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે. વધુ એક કોંગ્રેસના ધારાસભ્યએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. કોણ છે આ વધુ એક ધારાસભ્ય?, હવે વિધાનસભામાં કોંગ્રેસની સ્થિતિ શું?. જુઓ આ ખાસ અહેવાલ. 

    ગુજરાતમાં જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે ગુજરાત ભાજપે તેના ઈતિહાસનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરી રેકોર્ડબ્રેક 156 બેઠકો મેળવી હતી. જ્યારે કોંગ્રેસના ખાતામાં માત્ર 17 બેઠક આવી હતી. પરંતુ ત્યારપછી પણ ગુજરાતમાં કોંગ્રેસમાં ધારાસભ્યોની સંખ્યા સતત ઘટતી જોવા મળી રહી છે. સૌથી પહેલા ખંભાતથી કોંગ્રેસની ટિકિટ પર જીતેલા ચિરાગ પટેલથી શરૂ કરી માણાવદરના અરવિંદ લાડાણીએ પણ રાજીનામું આપી દીધું છે. જેના કારણે હવે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા 17થી ઘટીને 13 થઈ ગઈ છે. 

    જૂનાગઢ જિલ્લામાં આવેલી માણાવદર વિધાનસભા બેઠકથી 2022માં જીતેલા અરવિંદ લાડાણીએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને 6 માર્ચે પોતાનું રાજીનામું આપ્યું. સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજમાંથી આવતા અરવિંદ લાડાણી પોતાના વિસ્તારમાં એક કોમનમેન તરીકેની છાપ ધરાવે છે. લાડાણીના રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે તેમ કહી શકાય. 

    કોણ છે અરવિંદ લાડાણી? 

    માણાવદરથી 2022ની ચૂંટણી જીત્યા હતા
    2019ની પેટા ચૂંટણીમાં જવાહર ચાવડા સામે હાર્યા 
    ખેડૂત પુત્ર લાડાણી 35 વર્ષથી રાજકારણમાં
    માણાવદર તાલુકા સંઘના સતત 3 ટર્મ પ્રમુખ રહ્યા 
    જિલ્લા પંચાયતની મટિયાણા બેઠકથી ડેલિકેટ બન્યા 
    સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજમાંથી આવે છે 
    લાડાણી વિસ્તારમાં કોમનમેનની છાપ ધરાવે છે

    2022ની વિધાસભા ચૂંટણી પછી અત્યાર સુધી કોંગ્રેસમાંથી કુલ 4 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે.  જેમાં માણાવદરના અરવિંદ લાડાણી, પોરબંદરના અર્જૂન મોઢવાડિયા, વીજાપુરના સી.જે.ચાવડા અને ખંભાતના ચિરાગ પટેલનો સમાવેશ થાય છે. આ સિવાય વિપક્ષ કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીમાંથી વીસાવદરના ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું. 

    કયા ધારાસભ્યના રાજીનામાં? 

    માણાવદરથી કોંગ્રેસના અરવિંદ લાડાણી
    પોરબંદરથી કોંગ્રેસના અર્જૂન મોઢવાડિયા
    વીજાપુરથી કોંગ્રેસના સી.જે.ચાવડા
    ખંભાતથી કોંગ્રેસના ચિરાગ પટેલ
    વીસાવદરથી AAPના ભૂપત ભાયાણી

    ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 17થી ઘટીને 13 થઈ ગઈ છે. હાલ કોંગ્રેસમાં જે ધારાસભ્યો છે તેની વાત કરીએ તો, વાવથી ગેનીબહેન ઠાકોર, દાંતાથી કાંતિ ખરાડી, વડગામથી જીજ્ઞેશ મેવાણી, કાંકરેજથી અમૃતજી ઠાકોર, ચાણસ્માથી દિનેશ ઠાકોર, પાટણથી કિરીટ પટેલ, ખેડબ્રહ્માથી તુષાર ચૌધરી, જમાલપુર ખાડિયાથી ઈમરાન ખેડાવાલા, દાણીલીમડાથી શૈલેષ પરમાર, સોમનાથથી વિમલ ચુડાસમા, આંકલાવથી અમિત ચાવડા, લુણાવાડાથી ગુલાબસિંહ ચૌહાણ અને વાંસદાથી અનંત પટેલનો સમાવેશ થાય છે. 

    કોંગ્રેસ પાસે હવે કયા ધારાસભ્યો? 

    વાવથી ગેનીબહેન ઠાકોર
    દાંતાથી કાંતિ ખરાડી
    વડગામથી જીજ્ઞેશ મેવાણી
    કાંકરેજથી અમૃતજી ઠાકોર
    ચાણસ્માથી દિનેશ ઠાકોર
    પાટણથી કિરીટ પટેલ
    ખેડબ્રહ્માથી તુષાર ચૌધરી
    જમાલપુર ખાડિયાથી ઈમરાન ખેડાવાલા
    દાણીલીમડાથી શૈલેષ પરમાર
    સોમનાથથી વિમલ ચુડાસમા
    આંકલાવથી અમિત ચાવડા
    લુણાવાડાથી ગુલાબસિંહ ચૌહાણ 
    વાંસદાથી અનંત પટેલ

    લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ કોંગ્રેસના એક પછી એક નેતાઓ સાથ છોડી રહ્યા છે. થોડા સમય પહેલા જ રાજ્યસભાના સાંસદ રહેલા દિગ્ગજ આદિવાસી નેતા નારણ રાઠવાએ કોંગ્રેસ છોડ્યું હતું. અને ભાજપમાં સામેલ થઈ ગયા હતા. નારણ રાઠવા UPA સરકારમાં મંત્રી પણ રહ્યા હતા. આ સિવાય નાના મોટા અનેક કોંગ્રેસી કાર્યકરોએ પણ કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2024 Max Temp : °C Min Temp : °C
apply