જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળામાં ભાવિકોની સેવામાં 3000 જેટલા પોલીસકર્મીઓ તૈનાત
Live TV
-
જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. શિવરાત્રીના પહેલા દિવસે જ મેળો રંગ ચંગે જામ્યો છે. ભવનાથની તળેટી મહાશિવરાત્રીના મેળાને લઈને જય ગીરનારી અને હર હર મહાદેવના નાદ સાથે ગૂંજી ઉઠી છે. ભજન,ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમથી યોજાતા આ મેળામાં દેશ-વિદેશમાંથી લાખો ભાવિકો ઉમટ્યા છે
શ્રદ્ધાળુઓની સેવામાં પોલીસ તંત્ર ખડેપગે
લાખો શ્રદ્ધાળુઓની ભીડ જામતા પોલીસ તંત્ર પણ ખડેપગે છે. ભાવિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યાં છે. સાથોસાથ, ભાવિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જૂનાગઢ તંત્ર દ્વારા શિવરાત્રી મેળાને લઈ ભાવિકો માટે સૌ પ્રથમ વાર QR કોડની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ કોડ સ્કેન કરતાં જ ભક્તોને પાર્કિંગ તેમજ આશ્રમો સહિતનાં તમામ લોકેશનની માહિતી મળી જશે.
આ વર્ષે પણ સાધુ સંતો શરીર પર 10,000 થી વધુ રૂદ્રાક્ષ પહેરી શિવ ભક્તિમાં ધ્યાન મગ્ન થયા છે. 20 કિલોથી વધુ વજનની રૂદ્રાક્ષની માળા પહેરેલા ભભૂતધારી સંત લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. આ ઉપરાંત, 8 માર્ચ સુધી ચાલનારા આ મેળામાં આવતા ભાવિકોને કોઈ જાતની અગવડ ન પડે તે માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.