Skip to main content
Settings Settings for Dark

જાણો પ્રધાનમંત્રી મોદીએ વલસાડમાં કઈ કઈ યોજાનાઓનું કર્યું લોકાર્પણ એક જ ક્લિક પર 

Live TV

X
  • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સવારે વાયુસેનાના વિમાનમાં ગુજરાતની એક દિવસીય મુલાકાતે સુરત આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિતના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું.

    પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સવારે વાયુસેનાના વિમાનમાં ગુજરાતની એક દિવસીય મુલાકાતે સુરત આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિતના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી ત્યારબાદ વલસાડ જિલ્લા ના જૂજવા ગામે પહોંચ્યા હતા. ત્યાં ગ્રામીણ વિકાસ વિષયે આયોજીત પ્રદર્શન નિહાળ્યું હતું. ત્યારબાદ જૂજવા ગામે આયોજીત રેલીમાં આગેવાનોએ પ્રધાનમંત્રીને પુષ્પહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. એસસી- એસટી કાયદો યથાવત જાળવી રાખવા બદલ રાજ્યના એસસી-એસટી સમુદાયના આગેવાનો તેમજ ઓબીસી પંચને બંધારણીય દરજ્જો આપ્યા બદલ રાજ્યના ઓબીસી સમાજના આગેવાનોએ પણ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. 

    પ્રધાનમંત્રી મોદીએ જૂજવા ગામે સભામાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અતર્ગત રૂ. એક હજાર 727 કરોડ ના ખર્ચે રાજ્યસભાના વિવિધ જિલ્લામાં નિર્માણ પામેલ એક લાખ પંદર હજાર 551 આવાસોના લાભાર્થીઓને સામૂહિક ઈ-ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણના આ લાભાર્થીઓને ઉજ્જ્વલા ઉજાલા સહિતની યોજનાના લાભ પણ મળ્યા છે. વર્ષ 2022 સુધીમાં નબળા વર્ગના લોકોને ઘરનું ઘર મળે તે દિશાનો આ પ્રયાસ છે. પ્રધાનમંત્રીએ રાજ્યના વિવિધ જિલ્લાના લાભાર્થીઓને વીડિયો કોન્ફરન્સથી ગૃહ પ્રવેશ કરાવતાં લાભાર્થીઓ સાથે સીધો સંવાદ પણ કર્યો હતો.

     પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અનેક લાભાર્થીઓને ઘરનું ઘર અર્પણ કરવામાં આવ્યું હતા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચાર વિના સુવિધાપૂર્ણ ઘર ગરીબોને મળ્યા છે. એક રૂપિયાના સો એ સો પૈસા ગરીબ પાસે પહોંચ્યાછે.પ્રધાનમંત્રીએ લાભાર્થીઓને સંબોધતા કહ્યું કે લાખો ગરીબોનું સપનું સાકાર થઈ રહ્યું છે.તમામ લોકોને વર્ષ 2022 સુધીમાં ઘરનું ઘર આપવનું અમારુ લક્ષ્ય છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વલસાડના જૂજવામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કહ્યું કે ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને કૌશલ્ય વર્ધન તાલીમ આપીને પગભર કરવામાં આવી રહ્યા છે.ગરીબોને સશક્ત કરીને મોદી સરકાર ગરીબી દૂર કરી રહી છે. 
    પ્રધાનમંત્રીએ જનમેદનનીને સંબોધતા કહ્યું કે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે સરકારનું લક્ષ્ય છે. શુદ્ધ પાણી મળવાથી બીમારીથી દૂર રહેવાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારની પ્રશંસા કરતા કહ્યું કે ગુજરાત સરકાર દરેક નળમાં પાણી આપવાનું કાર્ય કરી રહી છે.

    આ પ્રસંગે મુખ્યમંત્રી ગ્રામોદય યોજના હેઠળ રાજ્યભરમાં પાંચ હજાર મહિલાઓને ઉદ્યોગ સાથે જોડાણના સ્કીલ સર્ટિફિકેટ તેમજ નિમણુંક પત્રોનું વિતરણ પણ કર્યું હતું. સ્કીલ ઇન્ડિયા હેઠળ દીન દયાળ ગ્રામીણ કૌશલ્ય યોજના હેઠળ યુવાનોને તાલીમ આપીને તેમને રોજગારી આપવાની આ મોટી પહેલ છે. જૂજવા ખાતેની સભામાં સ્થાનિક લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત થયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. 

    વલસાડ જિલ્લાના જૂજવા ગામે રાજ્યના લાખો ગ્રામીણ આવાસ લાભાર્થીઓને પ્રધાનમંત્રીએ ઇ-ગૃહ પ્રવેશ કરાવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે વર્ષ 2022 સુધીમાં ગરીબોને ઘરનું ઘર આપવાનું વચન પૂરું કરવા આ યોજના અમલી બની છે. ભાજપ જે કહે છે તે કરી પણ બતાવે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply