વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ બાદ કોરોનકાળમાં ખાનગી શાળાઓ દ્વારા ઉઘરાવતી ફી મામલે વિપક્ષે કર્યું વોકઆઉટ
Live TV
-
ટૂંકી મુદતના પ્રશ્નથી વિધાનસભા સત્રની શરૂઆત થયા બાદ વિપક્ષ દ્વારા ફી મુદ્દે સભામાંથી વોકઆઉટ કરવામાં આવ્યું હતું.જો કે બાદમાં વિધાનસભાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. આજે વિધાનસભામાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અંગેનું વિધેયક સ્મોલ કોઝ કોર્ટ કાયદા, ગુજરાત સુધારા વિધેયક અને ગુજરાત યુનિવર્સિટીઓમાં કાયદા સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. જાહેર સાહસો માટેની સમિતિના નવમા અને દસમાં અહેવાલની રજૂઆત સભ્ય ડો.નીમાબેન આચાર્ય દ્વારા કરાશે. વિધાનસભાના પરિસરમાં ઉર્જા મંત્રી સૌરભ પટેલે વિવિધ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા કરાયેલ સહાય અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, સરકારે આત્મનિર્ભર યોજના અંતર્ગત રોજગારી સહીત 2,300 કરોડ રૂપિયાની સહાય કરી છે.