Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ કલેક્ટર કચેરીમાં ખાતે એક્ઝામ-સેલની રચના કરી વિભિન્ન પરીક્ષાઓના સફળ આયોજન માટે કરી આગવી પહેલ

Live TV

X
  • અમદાવાદ કલેક્ટર કચેરીમાં એક્ઝામ-સેલની રચના કરવામાં આવી છે. એક્ઝામ સેલ જિલ્લામાં યોજાતી ૧૬થી વધુ પ્રકારની બોર્ડ પરીક્ષા પ્રવેશ પરીક્ષા અને ભરતી પરીક્ષાઓના કેન્દ્રિયકૃત સંચાલન અને સંકલનની જવાબદારી સંભાળશે. કોરોના વાયરસની મહામારીએ માનવ જીવનના તમામ ક્ષેત્રને અસર કરી છે ત્યારે તેમા આવશ્યક બદલાવ લાવવાની ફરજ પાડી છે. જેમાંથી પબ્લિક એડમિનિસ્ટ્રેશન અર્થાત જાહેર વહિવટનું ક્ષેત્ર પણ બાકાત નથી. આવા સમયે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક્ઝામ-સેલની રચના કરી વિભિન્ન પરીક્ષાઓના સફળ આયોજન માટે આગવી પહેલ કરવામાં આવી છે. આ પૂર્વે જિલ્લામાં યોજાતી પરીક્ષાઓના સંચાલન માટે, નગર પાલીકા શાખા, ચીટનીશ શાખા અને મહેકમ શાખા વિગેરે શાખાઓ, સંયુક્ત રૂપે કામગીરી સંભાળતી હતી. અમદાવાદ જિલ્લામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,ગુજરાત જાહેર સેવા આયોગ,લોક સંઘ સેવા આયોગ, સ્ટાફ સિલેક્શન કમિશન , જવાહર નવોદય ટેસ્ટ, ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની એસ.એસ.સી. તથા એચ.એસ.સી.ની પરીક્ષા, ગુજકેટ-GUJCET, જે.ઇ.ઇ.- JEE મેઈન, નીટ-NEET,, ગેટ-GATE, ટેટ-ટાટ , કેંદ્રિય શિક્ષણ બોર્ડ CBSE બોર્ડની પરીક્ષા, બાયોટેકનોલોજી એલિજિબિલીટી ટેસ્ટ, ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ, આર્મી રિક્રુટમેન્ટ ટેસ્ટ સૈનિક સ્કૂલ બાલાછડી દ્વારા યોજાતી પરીક્ષા અને કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાતી પરીક્ષા એમ ૧૬થી વધુ પરીક્ષાઓમાં વર્ષે લાખો પરીક્ષાર્થિઓ બેસતા હોય છે. નવ નિર્મિત એક્ઝામ સેલના વડા નિવાસી અધિક ક્લેક્ટર રહેશે. એક્ઝામ સેલમાં ચીટનીશ ટુ કલેક્ટર અને નાયબ મામલતદાર સહિતના અધિકારી તથા અન્ય કર્મચારીઓ ફરજ નિભાવશે. એક્ઝામ સેલની રચના થકી રાજ્યમાં આ પ્રકારની પ્રથમવાર પહેલ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેએ જણાવ્યું કે, ભરતી પરીક્ષા, પ્રવેશ પરીક્ષા , અને બોર્ડ એક્ઝામમાં બેસતા જિલ્લાના લાખો પરીક્ષાર્થિઓના હિતમાં આ પહેલ કરવામાં આવી છે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી આરોગ્ય વિભાગની કામગીરી મહત્વની બની છે. પરીક્ષા પૂર્વે અને બાદમાં પરીક્ષા કેન્દ્રોને સેનેટાઈઝ કરવામાં આવે છે. અમુક પરીક્ષાઓ માટે તો અમદાવાદ જિલ્લો જ રાજ્યનું મુખ્ય મથક હોય છે ત્યારે આરોગ્ય વિભાગ સહિત સંલગ્ન અન્ય તમામ વિભાગોને સાથે રાખીને એક્ઝામ સેલ કામગીરી કરશે એમ તેમણે ઉમેર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply