જામનગર: શહેરની જુદી-જુદી ચાર આવાસ યોજનાની દુકાનો અને હોલની જાહેર હરાજીનો આજે પ્રારંભ
Live TV
-
જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરની જુદી-જુદી ચાર આવાસ યોજનાની કુલ 17 દુકાનો અને 3 હોલની જાહેર હરાજીનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના ટાઉન હોલમાં સવારે 10 વાગ્યાથી શરૂ થયેલી આ હરાજીમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતાં ઈચ્છુક લોકોએ ભાગ લીધો હતો. હરાજીના પ્રથમ દિવસે એમ.પી.શાહ ઉદ્યોગનગર પાછળ આવેલી આવાસ યોજનાની કુલ 13 દુકાનોની હરાજી કરવામાં આવી હતી. જ્યારે આવતી કાલે મયુર વામ્બે આવાસ યોજનાની 5 દુકાન તથા સત્યમ કોલોની મેઇન રોડ આવાસની 1 દુકાન સહિત 3 હોલની હરાજી કરવામાં આવશે. આ હરાજીથી મહાનગર પાલિકાને 8 થી 10 કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજ છે.