Skip to main content
Settings Settings for Dark

વિધાનસભા ગૃહની કાર્યવાહીમાં શું મુદ્દાઓ ચર્ચાયા, જુઓ માત્ર એક ક્લિકમાં

Live TV

X
  • અમદાવાદ RTO કચેરીમાં નોંધાયેલા વાહનો અંગેનો ઠક્કરબાપાનગરના વલ્લભભાઇ કાકડિયાના પ્રશ્ન તેમજ શૈલેષ પરમારના પૂરક પ્રશ્નના જવાબમાં મંત્રી રણછોડભાઇ ફળદુએ જણાવ્યું કે 2016માં 2,53, 095 વાહનો નોંધાયેલા છે. તે પૈકી 43,047 વાહનો દ્વારા પસંદગીના નંબરો લેવામાં આવ્યા. જેની આવક રૂપિયા 1044 88 લાખ આવક થઇ છે.

    અવિશ્વાસની દરખાસ્ત પણ અધ્યક્ષ ખુરશી પર ન બેસી શકે. વિપક્ષ દ્વારા રજૂઆત કરાઇ હતી કે અવિશ્વાસના પ્રસ્તાવની ચર્ચા વખતે અધ્યક્ષની ખુરશીમાં રાજેન્દ્ર ત્રિવેદી બેસી શકશે નહીં. તેથી પેનલ સભ્ય પદે આજે ઉપાધ્યક્ષ પણ નથી. તેથી પેનલ પર સિનિયર ધારાસભ્યને સભા સંચાલન સોંપાશે.

    સૂત્રોના કહેવા મુજબ અત્યાર સુધી 18 વખત અવિશ્વાસની નોટિસ આવી છે. 70-80 ના દાયકામાં કુંદનલાલ ધોળકિયા, 90માં હિંમતલાલ મુલાણી સાથે ત્રણ વખત, ધીરૂભાઇ શાહ અને મંગળદાસ પટેલ સાથે ચાર વાર અવિશ્વાસનો પ્રસ્તાવ હતો. 18માંથી ચાર વખત આવા પ્રસ્તાવો મંજુરી સુધી પહોચ્યા છે. પણ તેના પર ર્ચચા થઇ શકી નથી.

    નાણામંત્રી નીતિન પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે 2017-18માં રાજ્ય સરકારના અલગઅલગ વેરાઓને બદલે માત્ર એક જ કર જીએસટી લાગુ થતા 96.91 ટકા રાજ્ય સરકારની વેરાની કામગીરી પૂર્ણ થઇ છે. પેન્શન અને પ્રોવીડન્ટ ફંડમાં નિયમિત પગાર ધોરણમાં નિયમિત કરી લાગુ પાડવામાં આવી છે. જેમને NSDL દ્વારા એકાઉન્ટ નંબર આપવામાં આવ્યો છે.

    મકાન બાંધકામ, વાહન પેશગીના હિસાબો નિભાવવા પણ આ એકાઉન્ટ નંબર ફાળવવામાં આવ્યો છે. પેન્શનરોને સુવિધાઓ મળે તે માટે તેમના માટે એક પોર્ટલનો વિકાસ કરવામાં આવ્યો છે. જેમાં તેમનું સરનામું, ફોન નંબર, અને ઇમેઇલ આઇડી વગેરેની ખરાઇ કરવામાં આવી છે. સાતમા પગારપંચ મુજબ પેન્શનમાં રીવીઝન કરવામાં આવ્યું છે. 2016-17માં 4,20, 502 પેન્શનરો છે. 2017-18માં 13,550 કરોડનો બોજ સરકાર વહન કરે છે.

    નીરિક્ષક સ્થાનિક ભંડોળ અને હિસાબ ખાતા મારફથે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું ઓડિટ કરવામાં આવ્યું છે. 14,716 સંસ્થાઓનું ઓડિટ કરવામાં આવ્યું ઓડિટ પૂર્ણ થાય તેના આધારે ગ્રામ પંચાયતોને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. 2016-17માં પ્રોત્સાહક અનુદાન પેટે રૂપિયા 169.32 કરોડની રકમ ફાળવવામાં આવી છે. શહેરી વિકાસ સંસ્થાઓ માટે ભારત સરકાર મારફતે રૂપિયા 251.29 કરોડ મળ્યા છે. રાજ્યની નગરપાલિકાઓ માટે 284.37 કરોડ મળ્યા છે.

    હિસા અને તીજોરી કચેરી મારફથે સાયબત તિજોરી પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. 2016-17ના વર્ષમાં 60.6 લાખ ચલણો માટે રૂપિયા 1,35,984 કરોડની આવક થયેલ છે.

    કુલ 1.83 લાખ કરોડનું અંદાજપત્ર છે, પહેલા કેન્સર થયું હોય તો દેવું કરીને સારવાર કરવી પડતી હતી , અને હવે સરકારની મા વાત્સલ્ય જેવી યોજનાઓ છે, તેથી લોકોને દેવુ કરવાની જરૂર પડતી નથી. મોટર ઉદ્યોગ ફુલ્યોફાલ્યો. જેમાં સીધી રોજગારી, આડકતરી રોજગારી મળે છે.

    મોટર ટ્રાન્સપોર્ટનું ગુજરાત હબ બન્યું. ગુજરાતમાં દર મહિને ચારથી પાંચ લાખ મોટરો બને છે. 31 ડિસેમ્બર 2017ની 584.82 કરોડની લોન ટાટાને આપી છે. તે પાછી મળવાની છે. 0.1 ટકાની લોન જાપાન પાસેથી લાવ્યા છીએ.

    ભાજપના કેતન ઇમાનદાર સરકારની સરાહનીય કરી હતી. કોંગ્રેસના અમીત ચાવડાએ આંકડા દર્શાવી જગતના તાત ઉપર જીએસટી લગાવી મોટો ટેક્ષ ઉઘરાવ્યો છે. વેરા વસુલાતની રકમ કરોડોની બાકી છે. 32 હજાર કરોડ વસુલતી નથી. મોંઘવારીના માર માંથી બચાવવા ટેક્ષ ઘટાડવો જોઇએ.

    રાંધણગેસ ઉપર પાંચ ટકા ટેક્ષ લઇને ગૃહિણીઓને લાભ મળે તે માટે જીએસટી નાબૂદ કરવાની તેમજ ઉત્સવો પાછળ ખર્ચ ઘટાડવાની માંગ પણ કરી હતી.

    નાણામંત્રી નીતિન પટેલે નાણાવિભાગના બજેટ પર જવાબ આપતાં જણાવ્યું કે નાણા વિભાગે દરેક જનતાને સરકારની યોજનાનો લાભ મળે તેવું આયોજન કરેલ છે. સરકારની વિવિધ યોજનાની વાત કરતા જણાવ્યું કે પહેલાના સમયમાં દેવું કરીને રોગોની સારવાર કરતાં હતા. સરકાર આજે દેવું કરે છે, તે ગુજરાતના સર્વાંગિક વિકાસ માટે કરે છે. સુખી લોકો જ્યાં હોય ત્યાં રોજીરોટી- ધંધો કરવા આવે છે, તે રીતે ગુજરાતમાં બધુ જ સારી રીતે મળી રહેતા ભારત વર્ષના લોકો ગુજરાત આવવાનું પસંદ કરે છે. રાજકીય ચાબખા મારતાં તેમણે જણાવ્યું કે નર્મદા યોજના લખલૂંટ ખર્ચે પુરી કરી છે. રૂપિયો ક્યાંથી આવ્યો, ક્યાં જશે તેનો સભ્યોને અભ્યાસ કરવાની શીખ આપી હતી.

    અમદાવાદ જેવા શહેરોમાં વાહનોની સંખ્યા વધી પડી છે, તે બતાવે છે કે લોકોનું આર્થિક ઉત્પાદન વધ્યું છે. આજે હજારોની મોટરકારો પરિવારની સંખ્યા પ્રમાણે થયો છે. મોટર ઓટોમોબાઇલ ઉદ્યોગ વધતાં રોજગારી, આડકતરી રોજગારી વધી છે. આ બધાના મૂળમાં પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાંથે નેનો પ્રોજેક્ટ લઇ આવ્યા હતા. નેનોને પાર્કષવા માટે ઘણા રાજ્યોએ પ્રયત્નો કર્યા હતા. પણ કોઇ તેમાં સફળ ન થતાં ગુજરાતમાં ઉદ્યોગ સ્થપાયો. ટાટાને ગુજરાતમાં આવવાથી મોટો હબ બની ગયું છે. મારૂતિ, હોન્ડા, વગેરે કંપની ગુજરાતમાં આવી છે. ટાટા ગુજરાતમાં આવવાથી ઉદ્યોગકારોને વિશ્વાસ બેઠો અને ઉદ્યોગ ધમધોકાર ચાલે છે. તેથી રોજગારી પણ વધી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply