મારૂતીએ કાર પરિવહનમાં ભારતીય રેલવે સાથે મિલાવ્યો હાથ
Live TV
-
ઓટોમોબાઇલ શ્રેણીની અગ્રણી કંપની મારૂતીએ રાષ્ટ્રીય પરિવહનકર્તા ભારતીય રેલવેની સાથે પહેલ કરતા ગુજરાતના દેત્રોજ સ્ટેશનથી દેશના વિભિન્ન ક્ષેત્રોમાં કાર પરિવહનની યોજના તૈયાર કરી છે.
ઓટોમોબાઇલ શ્રેણીની અગ્રણી કંપની મારૂતીએ રાષ્ટ્રીય પરિવહનકર્તા ભારતીય રેલવેની સાથે પહેલ કરતા ગુજરાતના દેત્રોજ સ્ટેશનથી દેશના વિભિન્ન ક્ષેત્રોમાં કાર પરિવહનની યોજના તૈયાર કરી છે. આ સંદર્ભમાં આજે પહેલો ફેરો પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના દેત્રોજ સ્ટેશનથી 1716 કિલોમીટરનું અંતર કાપીને દક્ષિણ પશ્ચિમ રેલવેના કેએસઆર બેંગલુરૂ મંડળના નિદવંદા સ્ટેશન માટે 125 કારોનું 25 NMG માલ રવાના કરવામાં આવ્યો. આ કારો આ માર્ગ પર ચાર કલાકમાં ઉલ્લેખનીય ઉપ્લબ્ધિ હાંસિલ કરી.
અમદાવાદ મંડળના રેલવે મેનેજર દિનેશ કુમારે જણાવ્યું કે, સવારે 8 કલાકે આ કારને ભરવાનું કાર્ય શરૂ થયું જે સવારે 11.40 કલાકે પૂર્ણ થયું. આ પ્રકારે 3.40 કલાકમાં કાર્ય પૂર્ણ થયું. ગુજરાતના બહુચરાજી સ્ટેશન નજીક સ્થાપિત મારૂતી સુઝુકીના પ્લાન્ટમાં દર વર્ષે 2.50 લાખ કારોનું ઉત્પાદન થાય છે જે પાટણ જિલ્લાની અંતર્ગત આવે છે. ભવિષ્યમાં આ ઉત્પાદન વધવાની સંભાવના છે. આ પ્રકારણે ભારતીય રેલવેએ મારૂતી સુઝુકી ઈન્ડિયા લિ. સાથે નવા સંબંધનો પ્રારંભ કર્યો જે બંન્ને સંસ્થાઓને નવી દિશા પ્રદાન કરશે.
આ પ્રમાણે મારૂતી સુઝુલી ઈન્ડિયા લિમિટેડે ભારતીય રેલવે સાથે મળીને 8000 SQMનો સ્ટેકિંગ એરિયા વિકસિત કર્યો છે જ્યાંથી સ્ટેક કારોને બે NMG રેકમાં માલ ભરી શકાય છે.
ભારત સરકારના રેલવેમંત્રી પીયૂષ ગોયેલે ભારતીય રેલવેની આ પહેલની પ્રશંસા કરતા ટ્વીટમાં કહ્યું, ઓટો થઈ અમૂલ બટર સુધી પરિવહન કરતા ભારતીય રેલ આજે સુરક્ષિત, સસ્તી તથા સમયબદ્ધ સહિત પર્યાવરણ ફ્રેન્ડલી પરિવહન ઉપલબ્ધ કરાવી રહી છે.