Skip to main content
Settings Settings for Dark

ડીસામાં એરબેઝ બનાવવા કેન્દ્રની મંજૂરી, વાયુદળ માટે વ્યૂહાત્મક

Live TV

X
  • ડીસાના એરપોર્ટને એરબેઝ તરીકે વિકસાવવાના કેન્દ્ર સરકારે લીધેલાં વ્યૂહાત્મક નિર્ણયથી દૂરોગામી પરિણામો મળી શકશે.

    ગુજરાતમાં પાકિસ્તાન સીમાની પાસે એરબેઝ બનાવવા માટે કેન્દ્ર સરકારે મંજૂરીની મહોર મારી દીધી છે. આ યોજના હેઠળ   બનાસકાંઠા ડીસાનું એરપોર્ટ એરફોર્સના એરબેઝ તરીકે વિકસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ડીસાના એરપોર્ટને એરબેઝ તરીકે વિકસાવવાના કેન્દ્ર સરકારે લીધેલાં વ્યૂહાત્મક નિર્ણયથી દૂરોગામી પરિણામો મળી શકશે. ડીસા ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર મેડિકલ અને કરિયાણાની સેવામાં  અગ્રેસર છે. 1946માં પણ  અંગ્રેજ સરકારે અહીંથી હવાઇ સેવા ચાલુ કરી હતી. બટાકાના ઉત્પાદન અને સંગ્રહનું આ મોટુ કેન્દ્ર છે. આથી ડીસા એરબેઝ ડીસાથી 25 કી.મી. દૂર આવેલા નાણી ગામમાં બનશે.  જમીન તથા અન્ય કામકાજ શરૂ કરાયા હોવાનું નાણી ગામના સરપંચ પરબતભાઇએ જણાવ્યું હતું. આ એરબેઝ સમુદ્રી સપાટીથી 148 મીટર ઉપર છે અને પાકિસ્તાન સીમાથી 80 કિ.મી. દૂર છે. ત્યારે આ નિર્ણયથી ડીસાના ધારાસભ્ય  શશીકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે દેશની રક્ષાકાજે ડીસાની ભૂમિ કામ આવે તે ખૂબ જરૂરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply