વિશ્ચ વિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં શ્રમિકો માટે કરાઈ અલાયદી વ્યવસ્થા
Live TV
-
ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકામાં આવેલ વિશ્ચ વિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં વસવાટ કરતા ૨૦ હજારથી અધિક પરપ્રાંતીય શ્રમિકો માટે વર્તમાન "કોરોના" વાઈરસ ની વિષમ પરિસ્થિતિએ સરકારે લોકડાઉન કરેલ માહોલમાં તમામ પ્રાથમિક સવલતો સાથે મેડિકલ ની અલાયદી વ્યવસ્થાઓ ગોઠવી....
ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકામાં આવેલ અને એશિયા ખંડમાં સૌથી મોટા શિપ રિસાઈકલીગ ઉધોગ તરીકે ખ્યાતિ બાધ બનેલ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ગત તા,22 થી "કોરોના" વાઈરસ ની મહામારી સંદર્ભે લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છેકે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ દેશનાં અર્થે તંત્રમાં મહત્વ પૂર્ણ યોગદાન આપે છે વર્ષ દહાડે લાખો રૂપિયાનું વિદેશી હૂંડીયામણ સરકારને રળી આપે છે તેમજ ભાવનગર જિલ્લાનાં અગ્રહરોળનાં ઉધોગોમાં સ્થાન અને આર્થિક કરોડ રજ્જુમાં સ્થાન પ્રાપ્ત છે. ત્યારે આજ થી નવ દિવસ પૂર્વે કેન્દ્ર સરકારનાં આદેશને પગલે 24 કલાક ધમધતા આ અલંગને અલીગઢી તાળા મારી દેવામાં આવ્યા છે,
દેશના ઉત્તરપ્રદેશ,બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડીસા, કણૉટક સહિતના પ્રાંતો માંથી હજારોની સંખ્યામાં શ્રમજીવીઓ રોજીરોટી રળવા અલંગ શિપ યાર્ડમાં રહે છે. તાજેતરમાં "કોરોના" વાઈરસનાં સકંજામાં દેશ સપડાયો પરિણામે વેપાર-ધંધા, ઉધોગો સહિતના એકમો સાથે દેશ બંધ કરવાની ફરજ પડી આથી અલંગ શિપ યાડૅમા પણ કામકાજ ઠપ્પ થતાં પરિસ્થિતિ વિકટ બની રોજીરોટી બંધ થતાં આ શ્રમિકો ને ફરજિયાત પણે અત્રે થી પરત પોતાના વતનમાં જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ. પરંતુ જિલ્લા વહીવટી તંત્ર અને અલંગ શિપ રિસાઈકલીગ એસોસિએશન દ્વારા અલંગથી એકપણ શ્રમિક સ્થળાંતર ન કરે અને અત્રે તેની ખોલી-રૂમોમાં બેઠા જ ભોજન રાશન મેડિકલ સારવાર સાથે સવેતન ચાલુ રહે તે પ્રકારે વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે.