Skip to main content
Settings Settings for Dark

વિશ્વ સિંહ દિવસ’ નિમિતે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં ‘સિંહ દિવસ’ની ઉજવણી કરાશે

Live TV

X
  • સિંહના ફોટોગ્રાફ્સ, પ્રેરણાદાયી વીડિયો, ટેક્સ્ટ મેસેજ, માઇક્રોબ્લોગ્સના માધ્યમથી સોશિયલ મીડિયા સહિત તમામ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર વર્ચ્યુઅલ સેલિબ્રેશનનું આયોજન

    વન અને પર્યાવરણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તેમજ વન-પર્યાવરણ મંત્રી મુળુ બેરાની ઉપસ્થિતિમાં 10 ઓગસ્ટના રોજ સવારે 10.00 કલાકે કમ્યુનિકેશન સેન્ટર, સિંહ સદન, સાસણ-ગીર ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

    વન વિભાગ દ્વારા વધુ વિગતો આપતાં કહ્યું છે કે, ‘જંગલના રાજા સિંહ’ પ્રત્યે નાગરિકોમાં વધુને વધુ જાગૃતિ આવે, તેનું યોગ્ય સંવર્ધન-સંરક્ષણ થાય તેવા ઉમદા હેતુથી ગુજરાત સહિત વિશ્વભરમાં દર વર્ષે તા. 10 ઓગસ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં વસવાટ કરતાં એશિયાઈ સિંહ એ રાજ્યના ઘરેણા-ગૌરવ સમાન છે.  

    એશિયાઇ સિંહ દેશમાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના અંદાજે 11 જિલ્લાઓમાં કુદરતી વાતાવરણમાં મુક્ત રીતે વિહરતા જોવા મળે છે. 

    વધુમાં, વન વિભાગની વિવિધ યોજનાઓ, સિંહ પ્રત્યેની હકારાત્મક નીતિઓ અને સ્થાનિકોના સહિયારા પ્રયાસોના પરિણામે સિંહોની વસ્તી-સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. 

    વન વિભાગના જણાવ્યા મુજબ, 10મી ઓગસ્ટે રાજ્યભરમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારની શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન સોશ્યલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ઈલેકટ્રોનિકસ મીડિયાના માધ્યમથી વર્ચ્યુઅલ રીતે આયોજન કરવામાં આવશે. જેમાં ખાસ કરીને એશિયાટીક લાયન લેન્ડ સ્કેપના વિસ્તારના 11 જિલ્લાની આશરે 11,000 થી વધુ શાળા/કોલેજોમાં આ કાર્યક્રમો યોજાશે જેમાં અંદાજે 21 લાખથી વધુની લોકભાગીદારી થશે. 

    આ ઉજવણી તમામ સોશ્યલ મીડિયાના માધ્યમથી કરવામાં આવશે. જેમાં વન વિભાગ દ્વારા સિંહ સંબંધિત  પોસ્ટ જેવી કે, સિંહના ફોટોગ્રાફસ, ટૂંકા વીડિયો, ટેકસ મેસેજ, SMS, માઇક્રો બ્લોગ, ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી શેર કરવામાં આવશે. 

    વધુમાં, વધુ નાગરિકો વર્ચ્યુઅલ રીતે સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા આ ઉજવણીમાં જોડાય તે માટે ‘ચાલો આપણે સૌ એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે પ્રતિજ્ઞા લઈએ અને આવનારી પેઢીઓ માટે તેનું જતન કરીએ. આપ સૌને 'વિશ્વ સિંહ દિવસ'ની શુભેચ્છાઓ’ #WorldLionDay2024 જેવા SMS રાજ્યના વન્ય પ્રાણી વિભાગ, સાસણ-ગીર તેમજ વન વિભાગ દ્વારા અંદાજે 75 લાખ નાગરિકોને જયારે  03 લાખ નાગરિકોને ઈ-મેઈલથી પહોંચાડાશે. 

    વધુમાં વધારે નાગરીકો સુધી પહોંચી શકાય તે માટે વન વિભાગ દ્વારા #WorldLionDay2024 હેઝટેગ  બનાવવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply