હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તિરંગો લહેરાવ્યો
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે રાજભવનમાં પોતાના નિવાસસ્થાનની અગાશીમાં તિરંગો લહેરાવીને 'હર ઘર તિરંગા' અભિયાનમાં સહભાગી થયા હતા. તેમણે તમામ નાગરિકોને પોતપોતાના ઘર પર તિરંગો લહેરાવવા આહ્વાનું કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં 78 મા સ્વાતંત્ર્ય પર્વના ઉપલક્ષ્યમાં 8 થી 15 ઓગસ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા' અભિયાન યોજાઈ રહ્યું છે. આ અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં અંદાજે 40 થી 50 લાખ તિરંગાનું વિતરણ થવાનું છે.
તમને જણાવી દઈએ કે, આગામી 10 ઓગસ્ટે રાજકોટ ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવશે. કેન્દ્રિય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રિય મંત્રી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનો પ્રારંભ થશે.
11 ઓગસ્ટે સુરત ખાતે યોજાનાર તિરંગા યાત્રા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા તેમજ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ભવ્યતા સાથે યોજાશે.