શહીદ દિન નિમિત્તે વીરાંજલિ કાર્યક્રમ યોજાયો, મુખ્યમંત્રી રુપાણીના શહીદોને વંદન
Live TV
-
સાણંદ ખાતે 311 એપનું લોન્ચીંગ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ એપ દ્વારા સાણંદના લોકો પોતાની સમસ્યા રજૂ કરી શકશે.
સાણંદ ખાતે શહીદ દિન નિમિત્તે યોજાયેલા 'વીરાંજલી' કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, દેશના લોકોમાં જો દેશભક્તિ પ્રજ્વલિત હશે ,તો જ દેશ ,બચી શકશે. રાષ્ટ્ર ચેતના માટે શહીદોની વંદના જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, સાણંદ યુવા સેના દ્વારા સતત 11 વર્ષથી શહીદોની યાદમાં ,વીરાંજલી કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આ માટે મુખ્યમંત્રીએ સાણંદ યુવા સેનાને અભિનંદન આપ્યા હતાં. આ પ્રસંગે તેમણે શહીદ ભગતસિંહ, રાજ્યગુરૂ અને સુખદેવને યાદ કર્યા હતા. ઉપરાંત દેશની સીમા પર દેશની સુરક્ષા માટે જાન ન્યોચ્છાવર કરતા શહીદવીરોને યાદ કરી તેમને શાબ્દિક શ્રંદ્ધાજલી આપી હતી. સાણંદ ખાતે 311 એપનું લોન્ચીંગ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ એપ દ્વારા સાણંદના લોકો પોતાની સમસ્યા રજૂ કરી શકશે.