શાળાની ફીમાં 25%નો ઘટાડો, રાજ્ય સરકારે કર્યો નિર્ણય
Live TV
-
શાળા સંચાલકો અને વાલી મંડળ સાથે ચર્ચા કર્યા બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે શાળા સંચાલકોને 25 ટકા રાહત આપવા માટે મનાવ્યા છે, તેથી સમગ્ર શૈક્ષણિક વર્ષની ફીમાં વાલીઓને શાળા સંચાલકો દ્વારા 25 ટકાની રાહત આપવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, વાલીઓને ઈતર પ્રવૃતિઓ માટે કોઈ વધારીની ફી આપવાની નહીં થાય. આ ઉપરાંત પૂરી ફી ભરનાર વાલીઓને બાકીની ફી પરત અપાશે. તેમજ ગુજરાત બોર્ડ સિવાયના બોર્ડને પણ આ નિયમ લાગુ પડશે.
25 ટકા ફી રાહતનો અમલ CBSE-ICSE અને IB સહિતની તમામ શાળાઓએ કરવાનો રહેશે. ટ્રાન્સપોર્ટેશન, લાયબ્રેરી, કોમ્પ્યૂટર-સ્પોર્ટસ, મનોરંજન સહિત કોઈ જ ઈતર ફી શાળાઓ લઈ શકશે નહીં.
FRCમાં જોડાયેલી શાળાઓમાં પણ નિર્ણયનો અમલ કરવાનો રહેશે. જે વાલીઓએ અગાઉ પૂરી ફી ભરી હશે તેમને સરભર કરી અપાશે.