સતત બીજા વર્ષે વિદેશી રોકાણ આકર્ષવામાં દેશમાં પ્રથમ ક્રમે રહ્યું ગુજરાત
Live TV
-
ગુજરાત કોરોનાકાળમાં સતત બીજા વર્ષે વિદેશી રોકાણ આકર્ષવામાં દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે. નાણાકીય વર્ષ 2020-21માં 37 ટકા વિદેશી રોકાણ સાથે સતત ચોથા વર્ષે દેશભરના રાજ્યોમાં ગુજરાત ટોચ પર છે. કોરોના સંક્રમણની સ્થિતિમાં પણ ગુજરાતે દેશભરમાં સૌથી વધુ એફ.ડી.આઇ. મેળવવાની આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતમાં વર્ષ ૨૦૧૯-૨૦માં ૭૪.૩૯ બિલિયન અમેરિકી ડોલર એફ.ડી.આઇ.ની તુલનાએ ૧૦ % વધું નોંધાયું છે. જ્યારે ૨૦૨૦-૨૧ દરમિયાન અત્યાર સુધીનું સૌથી વધુ કુલ ૮૧.૭૨ બિલિયન અમેરિકી ડોલરનું એફ.ડી.આઇ. રોકાણ આવ્યું છે. ગુજરાતમાં મોટાભાગનું વિદેશી રોકાણ કમ્પ્યુટર સૉફ્ટવેર અને હાર્ડવેર ક્ષેત્રમાં 94 ટકા જેટલુ આવ્યું છે. જે દેશમાં આવેલા કુલ રોકાણમાં માત્ર ગુજરાતનો હિસ્સો 78 ટકા છે.
