સત્તામંડળની મંજૂરી વગર સ્વાધ્યાય તેમજ ધોરણ મુજબ ગૃહકાર્ય કરી શકાશે નહીં : શિક્ષણમંત્રી
Live TV
-
ધોરણ એક અને બે ના વિદ્યાર્થીઓને ગૃહકાર્ય આપવામાં નહીં આવે.
કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલય દ્વારા બાળકોના ખભેથી ભારને હળવો કરવા અંગે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર તૈયાર કરી રાજ્યમાં આ દિશા નિર્દેશનોનો તાત્કાલિક અમલ કરવા માટેની કવાયત હાથ ધરાઈ છે. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સત્તામંડળની મંજૂરી વગર સ્વાધ્યાય તેમજ ધોરણ મુજબ ગૃહકાર્ય કરી શકાશે નહીં. ધોરણ એક અને બે ના વિદ્યાર્થીઓને ગૃહકાર્ય આપવામાં નહીં આવે.
