Skip to main content
Settings Settings for Dark

સરકારનો ખેડૂતલક્ષી નિર્ણયઃ ખાતેદારની ખરાઈની કાર્યવાહી થશે સરળ 

Live TV

X
  • મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું છે કે, મહેસૂલી સેવાઓ વધુ ઝડપી, સરળ અને પારદર્શક બને તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ વાળી સરકાર અનેક જનહિતકારી નિર્ણયો લઈ રહી છે. 

    છેલ્લા બે વર્ષ કરતા પણ ઓછા સમયમાં મહેસૂલ વિભાગ દ્વારા એક પછી એક સુધારાઓ સાથે વિવિધ મહેસૂલી સેવાઓને ઈ-ગર્વનન્સના માધ્યમ દ્વારા ઓનલાઈન કરાઈ છે. જેના થકી નાગરિકોને સરળતાથી અને ઝડપથી લાભો મળી રહ્યાં છે. જેમાં ઓનલાઇન બિનખેતી પરવાનગી તથા ખેડૂત ખાતેદાર ખરાઇની કાર્યપધ્ધતિમાં રાજ્ય સરકાર દ્વારા સુધારો કરાયો હોવાનું મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યુ હતું. 

    તેમણે જણાવ્યુ હતું કે, પ્રોવિઝનલ એન.એ.ની જોગવાઈ કરાઇ છે. જેથી અન્ય વિભાગો પાસેથી મેળવવાની થતી મંજૂરીઓની કાર્યવાહીમાં સુગમતા થશે અને સમયની બચત થશે. આ સુધારાથી ખેતીની જમીનમાં બોજા સાથે પણ બિન ખેતી પરવાનગી મળી શકશે. ખેડૂત ખાતેદાર ખરાઈ ઓનલાઈન કરાઈ કરવી શકશે. અરજી અન્ય કચેરીઓએ મોકલવાને બદલે વિગતોને આધારે ઓનલાઈન ચકાસણી કરાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply